Ram Mandir : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ સામે આવ્યું અસદુદ્દીન ઓવૈસીનું પહેલુ નિવેદન, જાણો શું કહ્યું?
ભારતના સૌથી મોટા વિવાદમાંથી એક રામ મંદિર વિવાદ મંદિર બનતા જ પુરો થઈ ગયો છે. હિન્દુ-મુસ્લિમ તણાવનું કારણ બનેલા આ મંદિરને લઈને મુસ્લિમ નેતા અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન સામે આવ્યુ છે.
સોમવારે અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામના અભિષેક બાદ AIMIMના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન સામે આવ્યું છે.

અસદુદ્દીન ઓવૈસીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો અપલોડ કર્યો છે ઓવૈસીએ પોતાના X હેન્ડલ પર આ વીડિયો અપલોડ કર્યો છે.
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, અફસોસ એ વાતનો છે કે 6 ડિસેમ્બર વિશે કોઈ વાત કરતું નથી. જ્યારે તમે આ બધા રાજકીય જૂથોને પૂછો કે તેઓ કેમ વાત નથી કરતા તો તેઓ કહે છે - તમે લોકો તેને ભૂલી જાઓ.
6 दिसंबर के दिन को जो लोग भूल जाने को कहते हैं मैं उनसे कहना चाहता हूँ "तुम, तुम्हारे बाप या माँ की मौत को भूल सकते क्या?"
— Asaduddin Owaisi (@asadowaisi) January 22, 2024
pic.twitter.com/n5svHdOr8V
હું આ લોકોને પૂછું છું, શું તમે તમારા પિતાના મૃત્યુને ભૂલી શકો છો? શું તમે તમારી માતાના મૃત્યુને ભૂલી શકો છો? તમે વ્યવસ્થિત રીતે આ મસ્જિદ છીનવી લીધી અને ઘણા મુદ્દાઓ ઉભા થયા.












Click it and Unblock the Notifications
