અયોધ્યામાં ભૂમિ પૂજનનુ આખી દિલ્લીમાં થશે લાઈવ પ્રસારણ, લાગશે મોટી-મોટી LED સ્ક્રીન

દિલ્લી ભાજપે નિર્ણય લીધો છે કે તે આખી દિલ્લીમાં મોટી મોટી એલઈડી સ્ક્રીન લગાવશે જેથી ભૂમિ પૂજન કાર્યક્રમને દિલ્લીવાસી પણ જોઈ શકે.

અયોધ્યામાં ભગવાન રામના મંદિરનુ નિર્માણ 5 ઓગસ્ટે થવા જઈ રહ્યુ છે. ખુદ પ્રધાનમંત્રી મંદિરના ભૂમિ પૂજનમાં ભાગ લેશે. આના માટે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આખા અયોધ્યામાં અલગ અલગ જગ્યાએ સ્ક્રીન લગાવવામાં આવશે જેનાથી લોકો ભૂમિ પૂજનના કાર્યક્રમને જોઈ શકે. આ દરમિયાન દિલ્લી ભાજપે નિર્ણય લીધો છે કે તે આખી દિલ્લીમાં મોટી મોટી એલઈડી સ્ક્રીન લગાવશે જેથી ભૂમિ પૂજન કાર્યક્રમને દિલ્લીવાસી પણ જોઈ શકે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદેશ કુમાર ગુપ્તાએ કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂમિ પૂજનના કાર્યક્રમમાં હાજર રહેશે અને આ એક ઐતિહાસિક દિવસ હશે.

આવનારી પેઢીઓ યાદ રાખશે

આવનારી પેઢીઓ યાદ રાખશે

ભાજપ નેતાએ કહ્યુ કે આ પ્રસંગને આવનારી પેઢીઓ યાદ રાખશે માટે અમારી ફરજ છે કે આ ઐતિહાસિક દિવસને ભવ્ય બનાવવામાં આવે. દિલ્લીની બધી 70 વિધાનસભા વિસ્તારમાં ભાજપના કાર્યકર્તા ભૂમિ પૂજનના કાર્યક્રમમાં દિલ્લીવાસીઓ સાથે શામેલ થશે જેને એલઈડી સ્ક્રીન પર બતાવવામાં આવશે. સાંજે પાર્ટીના નેતા ઘરે દીવા પ્રગટાવશે અને સાથે જ પોતાના પડોશીઓે પણ આ પ્રસંગે ઉત્સવ મનાવવા માટે કહેશે. ભાજપના મહાસચિવ રાજેશ ભાટિયાએ કહ્યુ કે 500 વર્ષ બાદ રામ મંદિર નિર્માણનુ સપનુ 5 ઓગસ્ટે પૂરુ થવા જઈ રહ્યુ છે. અમે બધા લોકો દિલ્લીવાસીઓ સાથે આ દિવસનો ઉત્સવ મનાવવાની તૈયારી કરી રહ્યા છે.

અમેરિકામાં ચાલી રહી છે તૈયારી

અમેરિકામાં ચાલી રહી છે તૈયારી

તમને જણાવી દઈએ કે રામ મંદિર નિર્માણ માટે માત્ર ભારત જ નહિ પરંતુ અમેરિકામાં પણ આની તૈયારીઓ ચાલી રહી છે. ન્યૂયોર્કના પ્રતિષ્ઠિત અને વિશ્વ વિખ્યાત ટાઈમ્સ સ્ક્વૉયર પર એ દિવસે ગજબની રોનક દેખાવાની છે. શિલાન્યાસ કાર્યક્રમને ઐતિહાસિક બનાવવા માટે ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરના બધા હોર્ડિગ્ઝ પહેલેથી ખરીદી લેવામાં આવ્યા છે જ્યાં 5 ઓગસ્ટના દિવસે માત્ર ભગવાન રામ જ રામ અને તેમની પવિત્ર અયોધ્યા નગરી જોવા મળશે. આયોજકોનુ કહેવુ છે કે આવો મોકો સદીઓમાં નહિ પરંતુ માનવ જીવનમાં એક વાર જ મળે છે.

'આખી દુનિયામાં હિદુઓનુ સપનુ પૂરુ થવા જઈ રહ્યુ છે'

'આખી દુનિયામાં હિદુઓનુ સપનુ પૂરુ થવા જઈ રહ્યુ છે'

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગયા ફેબ્રુઆરીમાં અયોધ્યામાં રામ મંદિર માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની રચનાની ઘોષણા કરી હતી. જ્યારે ટ્રસ્ટે ભૂમિ પૂજનનો કાર્યક્રમ નક્કી કરી લીધો તો પવિત્ર રામ મંદિરની આધારશિલા રાખવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રિત કરવામાં આવ્યા છે. સેહવાની કહે છે, 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં રામ મંદિરનુ નિર્માણ થવુ આખી દુનિયા માટે સપનુ પૂરુ થવા જેવુ છે. 6 વર્ષ પહેલા સુધી અમે ક્યારેય નહોતુ વિચાર્યુ કે આ દિવસ આટલો જલ્દી આવી જશે પરંતુ પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વના કારણે આ દિવસ આવી ચૂક્યો છે અને આપણે તેને પૂરા ઉત્સાહ તરીકે મનવવા ઈચ્છીએ છીએ.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X