For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ram Mandir In Ayodhy: કેવી રીતે બનશે અયોધ્યામાં રામલલાનું ભવ્ય મંદિર?

Ram Mandir In Ayodhy: કેવી રીતે બનશે અયોધ્યામાં રામલલાનું ભવ્ય મંદિર?

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટે અયોધ્યા રામ મંદિર વિવાદ પર પોતાનો ઐતિહાસિક ચુકાદો આપી દીધો છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે અયોધ્યાની વિવાદિત જમીન પર મંદિર બનશે. હવે મનાઈ રહ્યું છએ કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે. આ ચુકાદા બાદ તમામ રામ ભક્તોમાં ઉત્સુક્તા છે કે પાંચમી સદી બાદ જે મંદિર બનશે તે કેવું હશે ? ચાલો જાણીએ...

પહેલા જણાવી દઈએ કે રામ જન્મભૂમિ પર પ્રસ્તાવિત રામ મંદિર બનાવવા માટે સપ્ટેમ્બર 1990માં વિશ્વ હિન્દુ પરિષદે અયોધ્યામાં રામઘાટ પર રામજન્મભૂમિ ન્યાસ કાર્યશાળા સ્થાપી હતી. આ કાર્યશાળા સ્થાપવા માટે મંદિર આંદોલનના મહત્વના વ્યક્તિ પરમહંસ રામચંદ્રદાસે જમીન દાન કરી હતી. આ કાર્યશાળામાં જ પ્રસ્તાવિત મંદિરના મોડેલ સાથે પૂજવા માટેની શિલા અને કોતરણી કરેલી શિલાઓ પણ રખાઈ છે. આ કાર્યશાળા પરમહંસની સાથે મંદિર આંદોલનના પ્રમુખ અશોક સિંઘલ, આચાર્ય ગિરિરાજ કિશોર, મહંત નૃત્યગોપાલ દાસ, સંઘ વિચારક મોરોપંત પિંગલેએ આધારશિલા મૂકી હતી.

બે માળનું હશે આ રામ મંદિર

બે માળનું હશે આ રામ મંદિર

રામજન્મભૂમિમું માપ લીધા બાદ પ્રસ્તાવિત મંદિરનો નક્શો તૈયાર કરવામાં 3 મહિનાનો સમય લાગ્યો હતો. સામાન્ય રીતે મંદિર ચોરસ હોય છે, પરંતુ અયોધ્યાના રામ મંદિરનું ગર્ભગૃહ અષ્ટકોણીય હશે, જે આ મંદિરને અલગ બનાવશે. તેની પરિક્રમા ગોળ થશે. પરંતુ શિખર અષ્ટકોણીય હશે. આ મંદિરના નિર્માણ પાછળ 40થી 50 કરોડ રૂપિયા ખર્ચ થઈ શકે છે. રામ મંદિર માટે જે જગ્યા છે, તે 77 એકરમાં છે. પ્રસ્તાવિત મંદિર 2 માળનું હોઈ શકે છે. આ મંદિરની આગળ-પાછળ સીતા, લક્ષ્મણ અને ભરત તેમજ ભગવાન ગણેશના મંદિર હશે.આ મંદિર અક્ષરધામ મંદિરની શૈલીમાં બનશે. મંદિરની લંબાઈ 270 મીટર અને પહોળાઈ 140 મીટર હશે. મંદિર 125 મીટર ઉંચુ હશે. મંદિરમાં જવા માટે પાંચ દરવાજા બનશે.

રામચિરત માનસમાં વર્ણન કરાયે રામના દરેક રૂપની મૂર્તિ

રામચિરત માનસમાં વર્ણન કરાયે રામના દરેક રૂપની મૂર્તિ

રામજન્મભૂમિ ન્યાસ દ્વારા 1993માં લગભગ 45 એકરમાં રામ કથા કુંજ બનાવવાની યોજના બનાવાઈ હતી. જેમાં રામના જન્મથી લઈને પછી લંકા વિજય અને અયોધ્યા પરત ફરવા સુધીના સ્વરૂપને કોતરવામાં આવશે. અત્યાર સુધીમાં 24 મૂર્તિ બનાવાઈ છે.. કુલ 125 મૂર્તિઓ બનાવવાની છે. અહીં રામચરિત માનસમાં વર્ણિત તમામ સ્વરૂપીની મૂર્તિ લાગશે.

મંદિરમાં 212 થાંભલા લાગશે

મંદિરમાં 212 થાંભલા લાગશે

રામજન્મભૂમિની પાછળ વહેતી મા સરયૂ, અગ્નિ કોણ પર બિરાજમાન હનુમાનજી, અયોધ્યાવાસી અને શ્રદ્ધાવનત સાધક બિરાજમાન કરાશે. મંદિરના પાંચ પ્રખંડ હશે. જેમાં અગ્રભાગ, સિંહદ્વાર, નૃત્યમંડપ, રંગમંડપ અને ગર્ભગૃહના સ્વરૂપે પણ મંદિર બનશે. મંદિરમાં કુલ 212 પિલર લાગશે. પહેલા માળ પર 106 તાંભલા હશે, એટલા જ પિલર બીજા માળ પર પણ હશે. પહેલા માળે લાગનારા પિલરની ઉંચાઈ 16 ફૂટ છ ઈંચ હશે. જ્યારે બીજા માળે બનનારા પિલરની ઉંચાઈ 14 ફૂટ 6 ઈંચ હશે. દરેક સ્તંભ પર યક્ષ-યક્ષિણીની 16 મૂર્તિ અને અન્ય કલાકૃતિ હશે. જેનો વ્યાસ 4થી 5 ફૂટ હશે.

ગર્ભગૃહમાં બિરાજમાન રહેશે રામલલા

ગર્ભગૃહમાં બિરાજમાન રહેશે રામલલા

રામ જન્મભૂમિ પર બનનારા 2 માળના રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલા બિરાજમાન રહેશે. મંદિરના જે કક્ષમાં રામલલા હશે, તે ગર્ભગૃહથી બરાબર ઉપર 16 ફૂટ 4 ઈંચનો વિશેષ પ્રકોષ્ઠ હશે. આ પ્રકોષ્ઠ 65 ફીટ 3 ઈંચ ઉંચુ શિખર બનાવવાશે. મંદિરના બીજા તળ પર રામદરબાર હશે.

મંદિર નિર્માણના અઢી વર્ષનો સમય લાગશે

મંદિર નિર્માણના અઢી વર્ષનો સમય લાગશે

આ પ્રસ્તાવિત મંદિરમાં એક લાખ 75 હજાર ઘન ફૂટ લાલ બલુઆ પત્થરનો ઉપયોગ થશે. આ મંદિરના નિર્માણમાં લોખંડનો ઉપયોગ નહીં થાય. લોખંડમાં કાટ લાગવાને કારણે પત્થર પણ નબળા પડે છે, એટલે મંદિરમાં લોખંડ નહીં વપરાય. મંદિરના ફ્લોર પર આસરપહાણ લગાવવામાં આવશે. પહેલા ફ્લોર પર પત્થરની શિફ્ટિંગ સાથે જ ગર્ભગૃહનો પણ આકાર અપાશે. અહીં જ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પણ થશે. કાર્યશાળામાં કોતરવામાં આલા પત્થરોને બીજા માળે શિફ્ટ કરતા લગભગ 6 મહિનાનો સમય લાગશે. મનાઈ રહ્યું છે કે મંદિર બનવામાં અઢી વર્ષનો સમય લાગી શકે છે. મહત્વનું છે કે ભગવાન રામના મંદિરના પત્થરોને ઈંટ ગારાના બદલે કોપર અને સફેટ સિમેન્ટથી જોડવામાં આવશે.

1090થી સતત કોતરાઈ રહ્યા છે રામ મંદિર માટેના પત્થરો

1090થી સતત કોતરાઈ રહ્યા છે રામ મંદિર માટેના પત્થરો

વિશ્વ હિન્દુ પરિષદે મંદિરો માટેના ભઆરતીય શિલ્પ શાસ્ત્ર પ્રમાણે આ મંદિરનું નિર્માણ કરાવવાનો નિર્ણય કર્યો છે. વિહિપે મંદિર નિર્માણ કાર્યશાળામં 1990માં રામ મંદિર માટે પત્થરની કોતરણી શરૂ કરાવી હતી. પત્થરો કોતરવા માટે અત્યાર સુધી સતત કામ ચાલી રહ્યું છે. પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા વિહિપે આ કામ અટકાવી દીધું હતું. અયોધ્યા પર ચુકાદો આવવાનો હોવાથી વિહિપે આ નિર્ણય લીધો હતો. વિહિપે પ્રસ્તાવિત આ મંદિરના મોડલના ભોંયરાના પત્થરો કોતરવાનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યુ છે. આ કાર્યશાળામાં પાછલા 28 વર્ષમાં દેશના ખૂણે ખૂણેથી આવેલા ઉંચા દરજ્જાના કારીગરો પત્થરો કોતરી રહ્યા છે. બે માળના રામ મંદિરને બનાવવા માટે 1 લાખ 75 હજાર ઘનફૂટ પત્થર વપરાશે. કાર્યશાળામાં લગભગ 1 લાખ ઘનફૂટ પત્થરોની કોતરણી થઈ ચૂકી છે.

1992થી અસ્થાયી મંદિરમાં બિરાજે છે રામલલા

1992થી અસ્થાયી મંદિરમાં બિરાજે છે રામલલા

છ ડિસેમ્બર 1992માં રામ જન્મભૂમિમાં બનેલા ટેન્ટના અસ્થાઈ મંદિરમાં રામલલા બિરાજમાન છે. આ અસ્થાઈ મંદિરનો પાયો કારસેવકોએ વિવાદિત માળખું તોડ્યા બાદ મૂક્યો હતો. વિહિપે 1984માં વિવાદિત સ્થળનું તાળુ ખોલવા અને વિશાળ મંદિર બનાવવા માટે અભિયાન શરૂ કર્યુ હતુ. 1 ફેબ્રુઆરી 1986માં જિલ્લા ન્યાયાધીશે વિવાદિત સ્થળ પર હિંદુઓને પૂજા કરવા પરવાનગી આપી હતી. જે બાદ વિવાદિત ઈમારતનું તાળુ ખોલવામાં આવ્યું હતું. 1992 ડિસેમ્બરે કારસવકોએ વિવાદિત માળખું તોડી પાડ્યું અને બાદમાં 80 ફૂટ લાંબું, 40 ફૂટ પહોળું અને લગભગ 16 ફૂટ ઉંચુ અસ્થાયી મંદિર બનાવવામાં આવ્યું. વર્ષ 1993માં સુપ્રીમ કોર્ટે આ જ સ્થિતિ યથાવત્ રાખવા આદેશ આપ્યો હતો. બાદમાં આ અસ્થાઈ મંદિરમાં વિરાજિત રામ ભગવાનની પૂજા અર્ચના કરાઈ રહી છે. હવે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રામ મંદિર બનાવવાનું સપનું પુરુ થશે, જ્યાં રામલલા બિરાજમાન થશે.

એક જ સ્કૂલમાં ભણતા હતા અડવાણી અને મુશર્રફ, આ છે ખાસ વાતોએક જ સ્કૂલમાં ભણતા હતા અડવાણી અને મુશર્રફ, આ છે ખાસ વાતો

English summary
ram mandir in ayodhya the magnificent temple of ramlala will be built soon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X