Ram Mandir: રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પાછળ 85 વર્ષના વૃદ્ધાનુ કઠોર તપ, જાણો શું છે આખી કહાની

Ram Mandir Inauguration: ભારતના ઈતિહાસમાં 22 જાન્યુઆરીએ એક નવો અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. આ દિવસે અયોધ્યામાં ભગવાન શ્રી રામના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. રામલલા મંદિરમાં બિરાજમાન થશે રામ ભક્તોની વર્ષોની આતુરતાનો હવે અંત આવવા જઈ રહ્યો છે.

આ ભવ્ય પ્રસંગના સાક્ષી બનવા માટે દૂર-દૂરથી ભક્તો અયોધ્યામાં આવવા માટે એકત્ર થઈ રહ્યા છે. સાથે જ લોકોને પણ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ ભવ્ય કાર્યક્રમના દિવસે 85 વર્ષના વૃદ્ધ મહિલાની 30 વર્ષની તપસ્યા પણ પૂર્ણ થશે.

Saraswati devi

આ મહિલાએ અયોધ્યામાં વિવાદિત માળખું ધરાશાયી થયા બાદ મૌન વ્રત ધારણ કરી લીધુ હતું, જે હવે પૂર્ણ થશે. ઝારખંડના ધનબાદ જિલ્લાની રહેવાસી સરસ્વતી દેવી (85)એ લગભગ 30 વર્ષથી મૌન વ્રત લીધુ છે. મહિલા રામ ભક્તના પુત્ર હરિરામ અગ્રવાલે જણાવ્યું કે રામલલા મંદિરમાં બિરાજશે ત્યારે માતા મૌન વ્રત તોડશે.

દીકરાએ વધુમાં જણાવ્યુ કે વિવાદિત માળખાના પતન દરમિયાન માતાએ મૌન વ્રત રાખ્યું હતું, જેને હવે તોડવામાં આવશે. મૌન વ્રતના કારણે આ મહિલા હેડલાઇન્સમાં છે. મહિલાના પુત્રએ જણાવ્યું કે માતાએ એક કાગળ પર લખ્યું હતું કે 22 જાન્યુઆરીએ રામ લલ્લા મંદિરમાં બિરાજતાની સાથે જ મૌન વ્રત તોડી નાખવામાં આવશે. પહેલો શબ્દ 'સીતારામ-સીતારામ' હશે.

મહિલાના પુત્રએ એમ પણ જણાવ્યું કે માતા પોતાનો મોટાભાગનો સમય તીર્થસ્થળ પર વિતાવે છે. આ સમયગાળા દરમિયાન પણ તે મૌન વ્રત રાખે છે. પરિવારના સભ્યોને કંઈપણ કહેવા માટે કાગળ અને પેનનો ઉપયોગ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X