Ram Mandir : રામ મંદિર ઉદ્ધાટનમાં રવિન્દ્ર જાડેજાએ હાજરી આપી, જુઓ ફોટો
રામ મંદિર ઉદ્ધાટનમાં દેશ અને વિદેશથી ઘણા વીઆઈપી લોકોએ હાજરી આપી. આ ક્રમમાં જ ભારતીય ટીમમાં સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ હાજરી આપી હતી.
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને અનિલ કુંબલે સહિત ઘણા દિગ્ગજ ખેલાડીઓ અયોધ્યા પહોંચ્યા હતા.

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર વેંકટેશ પ્રસાદ પહેલેથી જ અયોધ્યામાં હતા અને ત્યાંથી તસવીરો અને વીડિયો પોસ્ટ કરી રહ્યા હતા., ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને લઈને કોઈ સમાચાર નથી.
ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે તૈયાર છે. બંને ટીમો વચ્ચે 25 થી 29 જાન્યુઆરી દરમિયાન હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. ટેસ્ટ સીરીઝ પહેલા પ્રી સીરીઝ કેમ્પ માટે ખેલાડીઓ હૈદરાબાદ પહોંચી રહ્યા છે.
રામ મંદિરને પરંપરાગત નાગર શૈલીમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ મંદિર 380 ફૂટ લાંબુ 250 ફૂટ પહોળું અને 161 ફૂટ ઊંચું છે. નવી રચના ચંદ્રકાંત સોમપુરા અને તેમના પુત્ર આશિષ દ્વારા તૈયાર કરવામાં આવી છે. મંદિર સંકુલ 70 એકરમાં ફેલાયેલું છે, જેમાંથી મુખ્ય મંદિરનો વિસ્તાર 2.7 એકર છે અને બિલ્ટ-અપ વિસ્તાર આશરે 57,000 ચોરસ ફૂટ છે. સમગ્ર માળખાના નિર્માણ માટે 1,800 કરોડનો ખર્ચ થયો છે.












Click it and Unblock the Notifications
