For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ram Navami: પીએમ મોદી, અમિત શાહ સહિત આ નેતાઓએ આપી રામ નવમીની શુભકામનાઓ

|
Google Oneindia Gujarati News
ram navami

Ram Navami: આજે પ્રભુ શ્રીરામના જન્મને સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક મનાવવામાં આવી રહ્યો છે. ભગવાન રામનો જન્મ ચૈત્ર નવરાત્રિની નવમીના રોજ ઉજવાય છે. જેને દુર્ગાનવમી પણ કહેવામાં આવે છે. આ પવિત્ર પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા નેતાઓએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે.

પીએમ મોદીએ આપી શુભેચ્છાઓ

પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, 'રામ નવમીના શુભ અવસર પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ત્યાગ, તપ, સંયમ અને સંકલ્પ પર આધારિત મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામચંદ્રનુ જીવન દરેક યુગમાં માનવતાની પ્રેરણા બની રહેશે.'

Petrol-Diesel Price: આજે રામનવમીના દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટ્યા કે નહિ, જાણો અહીંPetrol-Diesel Price: આજે રામનવમીના દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટ્યા કે નહિ, જાણો અહીં

અમિત શાહે આપી શુભકામના

પીએમ મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહે પણ રામ નવમીના અવસર પર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. અમિત શાહે ટ્વીટ કરીને લખ્યુ, 'રામ નવમીના મહાન તહેવાર પર સૌને હાર્દિક અભિનંદન. મર્યાદા પુરૂષોત્તમ પ્રભુ શ્રી રામે ધર્મ અને સત્યના માર્ગે ચાલવાની સાથે સમગ્ર માનવ જગતને વિકટ પરિસ્થિતિમાં પણ ધીરજ અને સૌ પ્રત્યે દયા રાખવાની શીખ આપી હતી. ભગવાન શ્રીરામ દરેક પર પોતાના આશીર્વાદ વરસાવે. જય શ્રી રામ!'

રાજનાથ સિંહે પાઠવી શુભકામના

લોકોને રામ નવમીની શુભેચ્છા પાઠવતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે લખ્યુ, 'શ્રી રામ નવમીના પવિત્ર તહેવાર પર આપ સૌને શુભકામનાઓ. ભગવાન શ્રી રામ તમારા બધાના જીવનમાં સુખ, શાંતિ, સૌહાર્દ અને સમૃદ્ધિ લાવે, આ મારી શુભકામના છે. જય શ્રી રામ!'

'આ કેવો ઘમંડ, સાંસદ પર બની રહેવુ છે, કોર્ટ પણ નથી જવુ', રાહુલ ગાંધીની 'અયોગ્યતા' પર અમિત શાહ'આ કેવો ઘમંડ, સાંસદ પર બની રહેવુ છે, કોર્ટ પણ નથી જવુ', રાહુલ ગાંધીની 'અયોગ્યતા' પર અમિત શાહ

યોગી આદિત્યનાથે પાઠવી શુભેચ્છા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ લોકોને રામ નવમીની શુભેચ્છા પાઠવી છે. યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને લખ્યુ, 'જોગ લગન ગ્રહ બાર તિથિ સકલ ભયે અનુકુલ. ચાર અરુ આચર હર્ષજુત રામ જન્મ સુખમૂલ ॥ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામના અવતારના શુભ દિવસ 'શ્રી રામ નવમી'ના શુભ દિવસે આપ સૌને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ! જય શ્રી રામ!' આ સાથે મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને લોકોને ચૈત્ર નવરાત્રિની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે લખ્યુ, 'જગત જનની મા ભગવતીની ઉપાસના અને આરાધનાનો શુભ તહેવાર ચૈત્ર નવરાત્રિની તમામ રહેવાસીઓ અને ભક્તોને હાર્દિક શુભેચ્છાઓ! જગત જનની મા દુર્ગાની કૃપાથી દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે.'

English summary
Ram Navami: PM Modi, Amit Shah and other leaders wishes nation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X