CBI કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારશે રામ રહીમ
સીબીઆઇ કોર્ટની સજા વિરુદ્ધ રામ રહીમે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં અરજી કરી છે.
બે સાધ્વીઓ પર બળાત્કારના મામલે સીબીઆઇ અદાલત દ્વારા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સજા વિરુદ્ધ રામ રહીમે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં અપીલ કરી છે. સીબીઆઈની પંચકૂલા અદાલતે ગત મહિને જ રામ રહીમને સાજ સંભળાવી હતી, હાલ તે રોહતક જેલમાં બંધ છે. આ મામલાની સુનવણીમાં 25 ઓગસ્ટના રોજ રામ રહીમને દોષી ઠરાવવામાં આવ્યો હતો.

બળાત્કારના બે મામલામાં ગુરમીત રામ રહીમને 10-10 વર્ષની સજા થઇ છે. આ મામલે ડેરા તરફથી સતત એમ જ કહેવાઇ રહ્યું છે કે, ગુરમીત રામ રહીમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. બળાત્કાર સિવાય રામ રહીમ પર ડેરાના સાધુઓની હત્યાના ગંભીર આરોપો પણ છે. આ બધા વચ્ચે રામ રહીમ અને હનીપ્રીતના સંબંધો અંગે પણ અનેક ખુલાસા થઇ રહ્યા છે. રામ રહીમને સજા સંભળાવવામાં એ પછી હરિયાણામાં હિસા ફાટી નીકળી હતી, જેમાં 39 લોકો મૃત્યુ પામ્યા હતા. આ કારણે હરિયાણા અને પંજાબના કેટલાક શહેરોમાં કરફ્યુ પણ લાગુ કરવામાં આવ્યો હતો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
