For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

"PM ઉમેદવાર માટે સંઘે લગાવી મોદી પર મોહર"

|
Google Oneindia Gujarati News

narendra modi
પટણા, 30 ઓક્ટોબર: લોજપાના સુપ્રીમો રામવિલાસ પાસવાને રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ દ્વારા બીજેપીના પ્રધાનમંત્રી ઉમેદવાર તરીકે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામ પર મહોર લગાવી હોવાનો દાવો કર્યો હતો અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ભાજપ સાથે સંબંધ તોડી નાખવાના પડકાર ફેંક્યો હતો.

પાસવાને પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ' સંઘે પ્રધાનમંત્રીના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીના નામ પર મહોર લગાવી દીધી છે, ધર્મનિરપેક્ષ હોવાનો દાવો કરનાર અને મોદીના નામથી કતરાનારા મુખ્યમંત્રી નીતિશ કુમારમાં હિમ્મત હોય તો તેઓ બીજેપીથી પોતાનો સંબંધ તોડી નાખે. જેવી રીતે મે જેડીયુમાં રહીને કર્યું હતું'

લોજપા સુપ્રિમોએ આરોપ લગાવ્યો કે બિહારમાં કાનૂન વ્યવસ્થાની હાલત ખરાબ છે, લોકો ગરીબીને કારણે ત્રસ્ત છે અને નીતિશ બિહારના ચમકવાનો દાવો કરી રહ્યા છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ મીડિયા આવેલા સમાચારોનો હવાલો આપતા દાવો કર્યો કે 'બિહારમાં લોકો ભૂખ અને ગરીબીને કારણે ત્રસ્ત થઇને ધર્મ પરિવર્તન કરી રહ્યા છે. આવું રાજ્યમાં પહેલા ક્યારેય બન્યું નથી. બિહારના અરરિયા જિલ્લામાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જ્યાં દલિતો ધર્મપરિવર્તન કરી રહ્યા છે.'

તેમણે જણાવ્યું કે બિહારની હાલથ કથળી રહી છે. આ સ્થિતિને ઉજાગર કરવા પાર્ટી આવતી છ જાન્યુઆરીથી 'બિહાર બચાઓ રથયાત્રા' નિકાળશે. પાસવાને કહ્યું આ રથયાત્રા નવ તબક્કામાં પૂરી થશે. તેની શરૂઆત ખગડિયા જિલ્લાથી થશે.

English summary
Ram Vilas Paswan saying RSS declared Narendra Modi as PM candidate from bjp in next election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X