રામચંદ્ર ગુહાએ ફોટો ટ્વીટ કરી કહ્યું- બીફ ખાઈ રહ્યો છું, ભાજપના ગોવામાં જશ્ન મનાવી રહ્યો છું

રામચંદ્ર ગુહાએ ફોટો ટ્વીટ કરી કહ્યું- બીફ ખાઈ રહ્યો છું

પણજીઃ ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ બીફ ખાતો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો, જેને પગલે સર્જાઈ શકે છે. ગોવામાં પોતાના કોઈ મિત્રની સાથે ગુહાએ બીફ ખાતા ફોટો ટ્વિટર પર શેર કર્યો અને લખ્યું કે ભાજપ શાસિત રાજ્યમાં બેસીને બીફ ખાઉં છું. ગુહાની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર માત્ર લોકોએ જ વાંધો ન ઉઠાવ્યો, બલકે ભાજપના પૂર્વ સાંસદે ઈતિહાસકારને અસંવેદનશીલ વ્યક્તિ ગણાવ્યો.

ગોવા ભાજપનું છે એટલે બીફ ખાધું

ગોવા ભાજપનું છે એટલે બીફ ખાધું

રામચંદ્ર ગુહાએ ટ્વીટ કર્યું, 'જૂનાં ગોવામાં આજે જાદુઈ સવાર વિતાવ્યા બાદ અમે પણજીમાં લન્ચ કર્યું, કેમ કે ગોવા ભાજપ શાસિત રાજ્ય છે, માટે જશ્નમાં મેં બીફ ખાવાનો ફેસલો કર્યો.' હંમેશા મોદીની નીતિઓની આલોચના કરનાર ગુહા આ પોસ્ટ બાદ ફરી લોકોની નજરમાં આવી ગયો છે.

ભાજપનો વિરોધ

ભાજપનો વિરોધ

ગુહાએ આ વિવાદિત ટ્વીટ બાદ ભાજપના પૂર્વ સાંસદ બલબીર પૂંજે આકરી પ્રતિક્રિયા આપતા લખ્યું, 'તમે બીફ ખાઈને અને સોશિયલ મીડિયામાં તસવીરો પોસ્ટ કરીને લન્ચનો આનંદ નથી લઈ રહ્યા, તમે જાણી જોઈને લાખો લોકોના વિશ્વાસની મજાક ઉડાવી રહ્યા છો, આ તમને સૂટ નથી કરતું, એ જેવું મુશ્કેલ છે કે તમારી સેક્યુલર માનસિકતાએ કેવી રીતે તમને સંવેદનહીન માણસ બનાવી દીધા.'

ભાજપના રાજ્યોમાં બીફ પ્રતિબંધિત છે

ભાજપના રાજ્યોમાં બીફ પ્રતિબંધિત છે

ભાજપ શાસિત રાજ્યોમાં ગૌ હત્યા પર પ્રતિબંધ છે. છત્તીસગઢ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સહિત કેટલાંક રાજ્યોમાં ગૌમાસ ખાવા પર પ્રતિબંધ છે. ઉપરાંત ચંદીગઢમાં પણ ગૌમાંસ પર પ્રતિબંધ છે. જો કે, ભાજપ શાસિત ગોવા એવાં કેટલાંક રાજ્યોમાંથી એક છે જ્યાં ગૌહત્યા પર કોઈ પ્રતિબંધ નથી લાગ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X