ભાજપને મળ્યા નવા 'રામ', કહ્યું 'મોદી આપશે દેશને માર્ગદર્શન'

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 માર્ચ: લોકસભા ચૂંટણી પહેલા રાજદના બડવાખોર નેતા રામકૃપાલ યાદવ આજે બુધવારે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત સામેલ થઇ ગયા છે. આજે ભાજપના કાર્યાલયમાં રાજનાથ સિંહ અને ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં રામકૃપાલ સિંહ ભાજપમાં જોડાયા.

અત્રે ઉલ્લેખનીય છે કે રામકૃપાલ ગઇ કાલે પટનાથી દિલ્હી પહોંચ્યા અને રાષ્ટ્રીય રાજધાનીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓને મળ્યા. રાજદ પ્રમુખ લાલુ પ્રસાદના નજીકના સહયોગી રામકૃપાલે મંગળવારે દિલ્હી હવાઇ મથક પર ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ અને પાર્ટી નેતા રવિશંકર પ્રસાદ સાથે મુલાકાત કરી, જેનાથી તેમનું ભાજપમાં જોડાવું લગભગ પાક્કું થઇ ગયું.

આ વાત મહત્વપૂર્ણ છે કે શું ભાજપ રામકૃપાલને બિહારની પાટલીપુત્ર બેઠક પરથી ચૂંટણી લડાવવા માટે સહમત થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક યોગગુરુ રામદેવે પોતાના એક સહયોગી માટે માગી છે. જોકે રામકૃપાલે જણાવ્યું કે તેઓ બુધવારે જ આ અંગે કંઇ કહી શકશે.

ramkripal yadav
એવું પૂછાતા કે તેમની હવે પછીની રણનીતિ શું હશે અને શું ભાજપ તેમને બિહારની પાટલીપુત્ર બેઠક આપી રહી છે, રામકૃપાલે જણાવ્યું કે મે રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી છે. અમારી મુલાકાત સારી રહી. હું અન્ય શેષ વિષયો અંગે બુધવારે ટિપ્પણી કરીશ. રામકૃપાલ યાદવે તે સમયે રાજદના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું હતું, જ્યારે પાટલીપુત્ર બેઠક પર તેમના દાવાને નહીં ગણકારતા લાલુ પ્રસાદે પોતાની દિકરી મીસા ભારતીને ટિકિટ આપી દીધી હતી.

રામકૃપાલ એવું કહેતા રહ્યા છે કે તેમણે રાજદથી રાજીનામું નથી આપ્યું પરંતુ પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે. મીસા ભારતી તરફથી સંપર્ક કરવાની કોશીશ કરવા છતાં પણ તેમણે પાટલીપુત્ર બેઠક પરથી પોતાના દાવાને છોડવાથી ઇનકાર કરી દીધો હતો.

English summary
Ram Kripal Yadav thanks BJP for giving him an opportunity, praises Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X