શું ફરહાન અખ્તર અને રણબીર કરી છે છેતરપીંડી! લખનઉમાં કેસ દાખલ

ટીવી પર ઉત્પાદનોની જાહેરાત કરવાનું લાગે છે કે આ બન્ને સ્ટારને હવે મોંધુ પડી જશે. કારણ કે હાલમાં લખનઉમાં જાણીતા બોલીવૂડ સ્ટાર રણબીર કપૂર અને ફરહાન અખ્તર પર એક કેસ નોંધવામાં આવ્યો છે. ફરહાન અને રણબીર પર છેતરપીંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જે આવનારા સમયમાં આ બન્ને સ્ટારની મુશ્કેલી વધારી શકે છે.

લખનઉના કેશવ નગર વિસ્તારમાં રહેતા રજત બંસલે એક ઓનલાઇન કંપની askmebazar.com થી એક ટીવી બુક કરાવ્યું. રજતે તે માટે કંપનીને ટીવીની કિંમતરૂપે 29999 રૂપિયા પણ ચૂકવ્યા.

ranbir kapoor

તેમ છતાં 23 ઓગસ્ટે બુક કરાયેલું ટીવી હજી સુધી રજતના ઘરે નથી પહોંચ્યું અને આ વાતને હવે 10 દિવસ પણ થઇ ગયા છે. વળી કંપનીના કસ્ટમર કેરવાળા પણ કોઇ જવાબ નથી આપતા. ત્યારે તેણે કંપનીના અધિકારીઓ સમતે રણબીર કપૂર અને ફરહાન અખ્તર કે જે આ વેબસાઇટની જાહેરાત ટીવી પર કરે છે તેમની સામે પોલિસમાં મામલો દર્જ કરાવ્યો છે. ત્યારે નેસ્લેની મેગી પછી લાગે છે કે વેબસાઇટની જાહેરાત કરવી આ બે સ્ટારને હવે ભારે પડવાની છે.

નોંધનીય છે કે લખનઉના મડિયાંવ પોલિસ સ્ટેશનમાં પોલિસે પણ આવો કેસ દાખલ થયાની વાત સ્વીકારી છે. ત્યારે વ્યવસાયે વકીલ તેવા રજત બંસલનું કહેવું છે કે જાહેરાતોમાં મોટા મોટા સ્ટાર્સને જોઇને લોકો સરળતાથી આવી કંપની પર વિશ્વાસ કરી લે છે. જેના કારણે જ તેણે આ બન્ને સ્ટારની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X