એસએ બોબડે બનશે નવા CJI, રંજન ગોગોઈએ કેન્દ્ર સરકારને ચિઠ્ઠી લખીને નામનો પ્રસ્તાવ મોકલ્યો
એસએ બોબડે બનશે નવા CJI, રંજન ગોગોઈએ કેન્દ્ર સરકારને ચિઠ્ઠી લખીને નામનો પ્રસ્તાવ મોકલ્યો
નવી દિલ્હીઃ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કેન્દ્ર સરકારને પત્ર લખી નવા ચીફ જસ્ટિસ માટે શરદ અરવિંદ બોબડેના નામનો પ્રસ્તાવ મોકલ્યો છે. સૂત્રો મુજબ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પોતાના પત્રમાં લખ્યું કે કેન્દ્ર સરકારે જસ્ટિસ એસએ બોબડેની નવા ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તિ માટેની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. જણાવી દઈએ કે જસ્ટિસ બોબડે રંજન ગોગોઈ પછીના બીજા નંબરના વરિષ્ઠ જજ છે. સીજેઆઈ રંજન ગોગોઈનો કાર્યકાળ 17 નવેમ્બર 2019ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.

જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસની નિયુક્તિની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વર્ષ 1956માં જન્મેલ એસએ બોબડેએ બીએ એલએલબીનો અભ્યાસ નાગપૂરથી કર્યો છે, વર્ષ 1978માં તેઓ બાર કાઉન્સિલના સભ્ય બન્યા અને બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચમાં પ્રેક્ટિસ કરી. એસએ બોબડેને વર્ષ 2010માં બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજ બનાવવામાં આવ્યા. વર્ષ 2012માં મધ્ય પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય જજ અને વર્ષ 2013માં તેઓ સુપ્રીમ કોર્ટના જજ બન્યા.












Click it and Unblock the Notifications
