For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી બીજી વાર પીએમ નહીં બન્યા તો દેશને મોટું નુકશાન થશે

આવનારા લોકસભા ઇલેક્શનની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. બીજીપી પણ પોતાની તૈયારીઓમાં જોડાઈ ગયું છે.

|
Google Oneindia Gujarati News

આવનારા લોકસભા ઇલેક્શનની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. બીજીપી પણ પોતાની તૈયારીઓમાં જોડાઈ ગયું છે. જયારે આસામમાં પણ બીજેપી પોતાની જમીની તૈયારી પર વધારે ધ્યાન આપી રહ્યું છે અને લોકસભા ઈલેક્શનની રણનીતિને વધારે કારગર બનાવવા માટે કામ કરી રહ્યા છે. આ દરમિયાન બીજેપી પ્રદેશ અધ્યક્ષ રણજિત દાસે લોકસભા ઈલેક્શન અંગે મોટું નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો: ચાની કિટલીથી પીએમની ખુરશી સુધીની સફર

આસામ બીજેપી અધ્યક્ષનું નિવેદન

આસામ બીજેપી અધ્યક્ષનું નિવેદન

રણજિત દાસે જણાવ્યું કે જો નરેન્દ્ર મોદી વર્ષ 2019 દરમિયાન ફરી પીએમ નહીં બન્યા તો દેશને મોટું નુકશાન થશે. તેમને જણાવ્યું કે એટલું નુકશાન થશે જેટલું એક મોટા પ્રલયકારી ભૂકંપથી થાય છે. જયારે 8-10 મેગ્નિટ્યૂટ જેટલો ભૂકંપ આવે છે તો તેનાથી થતી તબાહી અંગે અંદાઝો લગાવી શકાય છે. જો પીએમ મોદીને વર્ષ 2019 દરમિયાન ફરી પ્રધામંત્રી નહીં બનાવવામાં આવ્યા તો બધું જ તબાહ થઇ જશે.

રણજિત દાસે કહ્યું, મોદીને ફરી પીએમ બનાવવાના છે

રણજિત દાસે કહ્યું, મોદીને ફરી પીએમ બનાવવાના છે

રણજિત દાસે કહ્યું કે અમે નથી ઇચ્છતા કે આવી કોઈ આપદા આવે અને હવે સમય આવી ચુક્યો છે કે આપણે સતર્ક રહીયે. તેમને પદાધિકારીઓને જણાવ્યું કે આપણે બધાએ ફરી નરેન્દ્ર મોદીને પીએમ બનાવવા માટે કામ કરવાનું છે. રણજિત દાસે આસામમાં પાર્ટીના 27 લાખ કાર્યકર્તાઓમાંથી 20 લાખ કાર્યકર્તાઓની એક્ટિવ ફોર્સ બનાવવા માટે અપીલ કરી છે.

2019 ચૂંટણી પર જોર

2019 ચૂંટણી પર જોર

શનિવારે ગોહાટીમાં ભાજપા પદાધિકારીઓની બેઠકમાં રણજિત દાસ ઘ્વારા આ વાત જણાવવામાં આવી હતી. રણજિત દાસે પદાધિકારીઓને પુરી તાકાતથી કામ કરવાની અપીલ કરતા જણાવ્યું કે બીજેપીને ફરી મોટી જીત અપાવવાની છે, જેથી 2019 ઇલેક્શનમાં પીએમ મોદીની જીત સુનિશ્ચિત થઇ શકે.

English summary
ranjit das says india will face catastrophic earthquake if modi doesn't become pm again
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X