For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિર્ભયા કેસઃ દોષી વિનય શર્માને રાતોરાત તિહાર જેલ શિફ્ટ કર્યો, જાણો કારણ

નિર્ભયા કેસઃ દોષી વિનય શર્માને રાતોરાત તિહાર જેલ શિફ્ટ કર્યો, જાણો કારણ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નિર્ભયા કેસમાં ચારેય દોષિઓને જલદીમાં જલદી ફાંસી પર લટવાવાની માંગ તેજ થઈ રહી છે. મહિલાઓ સાથે વધી રહેલ અપરાધોને લઈ વિરોધ પ્રદર્શન કરી રહેલ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આખરે નિરભયાને ક્યારે ઈનસાફ મળશે. આ દરમિયાન નિર્ભયા કેસને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નિર્ભયા ગેંગરેપ કેસના ચાર દોષિતોમાંથી એક વિનય શર્માને દિલ્હીની મંડોલી જેલથી તિહાર જેલ શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ચારેય દોષિતોને હવે ગમે ત્યારે તિહાર જેલમાં ફાંસી આપી દેવામાં આવી શકે છે.

શિફ્ટ કરવા પાછળ શું કારણ છે

શિફ્ટ કરવા પાછળ શું કારણ છે

જણાવી દઈએ કે 2012ના દિલ્હી ગેંગરેપ મામલામાં ત્રણ અન્ય દોષી અક્ષય ઠાકુર, મુકેશ સિંહ અને પવન ગુપ્તા પહેલેથી જ તિહાર જેલમાં છે. વિનય શર્માને રવિવારે રાત્રે તિહાર જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો. જેની પાછળનું કારણ માનવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ તરફથી દયા અરજી પર ફેસલો આવ્યાના તરત બાદ ચારેયને ફાંસી આપી દેવામાં આવી શકે છે. હાલમાં જ નિર્ભયા કેસમાં દોષી વિનય શર્માએ પોતાની દયા અરજીને તત્કાળ પરત લેવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમક્ષ એક અરજી દાખલ કરી હતી.

વિનય શર્માએ કહ્યું- દયા અરજી પર મારી સહી નથી

વિનય શર્માએ કહ્યું- દયા અરજી પર મારી સહી નથી

વિનય શર્માએ દાવો કર્યો હતો કે તેણે કોઈપણ દયા અરજી પર સહિ કરી નથી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહ મંત્રાલયને પાછલા શુક્રવારે મોકલવામાં આવેલ એક ચિઠ્ઠી મુજબ વિનય શર્માએ દયા અરજી રદ્દ કરવાની માંગ કરી અને સાથે જ કહ્યં કે આ અરજી તેની સહમતિ વિના મોકલવામાં આવી હતી. ગૃહ મંત્રાલય તરફથી રાષ્ટ્રપતિને અરજી મોકલવામાં આવી હતી અને તેને ફગાવવાની ભલામણ કરવામાં આવી હતી. જ્યારે નિર્ભયાના માતા-પિતાએ પણ દોષી વિનય શર્માની દયા અરજી ફગાવવાની રાષ્ટ્રપતિને અપીલ કરી છે.

ચારેયને આ મહિને જ ફાંસીએ લટકાવવામાં આવી શકે છે

ચારેયને આ મહિને જ ફાંસીએ લટકાવવામાં આવી શકે છે

જ્યારે સોમવારે નિર્ભયા કેસના એક અન્ય દોષી અક્ષય ઠાકુરે ફરીથી સુપ્રીમ કોર્ટ પહોંચ્યો. અક્ષય ઠાકુરે ફાંસીની સજાથી બચવા માટે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી. બીજી તરફ તિહાર જેલમાં કોઈ જલ્લાદ ના હોવાથી જેલના અધિકારીઓએ બીજા રાજ્યોના જલ્લાદોનો સંપર્ક સાધવો શરૂ કરી દીધો છે. તિહાર જેલના વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે આ મહિને નિર્ભયાના દોષિતો માટે ગમે ત્યારે ફાંસીની તારીફ આવી શકે છે, એવમાં જેલ અધિકારીઓ ફાંસીનો ઈંતેજામ પૂરો કરવાને લઈ પોતાના વિકલ્પો તલાશી રહ્યા છે.

ફાંસી આપવા માટે તિહાર જેલમાં જલ્લાદ જ નથી

ફાંસી આપવા માટે તિહાર જેલમાં જલ્લાદ જ નથી

અગાઉ તિહાર જેલમાં સંસદ પર હુમલાના દોષી અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવી હતી. અફઝલને ફાંસી આપતી વખતે તિહારની સરક્ષા વ્યવસ્થા સખ્ત કરી દેવામાં આવી હતી. તે સમયે પણ તિહાર જેલમાં જલ્લાદ નહોતો અને અફઝલને ફાંસી આપવા માટે એક જેલ કર્મચારીએ જ લીવર ખેંચવામાં પોતાની સહમતિ દેખાડી હતી. હવે નિર્ભયાના દોષિતોની ફાંસી નજીક આવતી જોઈ તિહાર જેલના અધિકારીઓએ અનૌપચારિક રીતે અન્ય જેલોથી જલ્લાદને લઈ સંપર્ક સાધવો શરૂ કરી દીધો છે.

નિર્ભયાને સાત વર્ષથી ન્યાયનો ઈંતેજાર

નિર્ભયાને સાત વર્ષથી ન્યાયનો ઈંતેજાર

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં 16 ડિસેમ્બર 2012ના રોજ પોતાના ઘરે પરત ફરી રહેલ 23 વર્ષીય વિદ્યાર્થિની પર બસમાં ગેંગરેપ થયો હતો આ મામલે 6 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ ઘટનાના કેટલાક દિવસ બાદ વિદ્યાર્થિની મૃત્યુ પામી હતી અને દોષિતોને કડકમાં કડક સજા કરાવવા માટે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. દોષી ઠેરવેલા 6 લોકોમાંથી એક રામ સિંહે ટ્રાયલ દરમિયાન તિહાર જેલમાં જ આપઘાત કરી લીધો હતો, જ્યારે એક દોષી સગીર હતો. હાલમાં જ હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને તેને સળગાવીને મારી નાખવાની ઘટના બાદ નિર્ભયાના દોષિતોને જલદીમાં જલદી ફાંસીએ લટકાવવાની માંગ તેજ બની છે.

નિર્ભયા ગેંગરેપ કેસઃ દોષિતોને સજા આપવાની તૈયારી, તિહાર જેલમાં થઈ ફાંસીની ટ્રાયલનિર્ભયા ગેંગરેપ કેસઃ દોષિતોને સજા આપવાની તૈયારી, તિહાર જેલમાં થઈ ફાંસીની ટ્રાયલ

English summary
rapist of nirbhaya case shifted to tihar jail, here is why
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X