For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી ગેંગરેપઃ આરોપીને ફાંસી આપવામાં આવેઃ સુષમા

By Super
|
Google Oneindia Gujarati News

sushma swaraj
નવીદિલ્હી, 18 ડિસેમ્બરઃ દિલ્હીમાં ચાલતી બસમાં થયેલા સામુહિક બળાત્કાર મામલે લોકસભામાં ભાજપના નેતા સુષમા સ્વરાજે કહ્યું છે કે ગેંગરેપના દોષીઓને ફાંસીની સજા થવી જોઇએ. બીજી તરફ કોંગ્રેસના સાંસદ ગિરજા વ્યાસે આ ઘટનાને સરમજનક ગણાવી છે અને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે તેવી માંગણી કરી છે.

સુષમા સ્વરાજે માંગ કરી છે અને ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે આ મુદ્દે સદનમાં નિવેદન આપે. સુષમા સ્વરાજે જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં મહિલાઓ સુરક્ષિત નથી, આ ઘટના શરમજનક છે અને દોષિઓને ફાંસીની સજા મળવી જોઇએ.

ભાજપના આ વરિષ્ઠ નેતાએ સરકાર અને દિલ્હી પોલીસની ટીકા કરતા કહ્યું છે કે સરકાર અને દિલ્હી પોલીસ શું કરી રહી છે, ગૃહમંત્રી સદનમાં આ ઘટના અંગેની માહિતી આપે. બીજી તરફ કોંગ્રેસ સાંસદ ગિરજા વ્યાસે કહ્યું છે કે આ એક અત્યંત શરમજનક ઘટના છે, દિલ્હીમાં બળાત્કારની ઘટનાઓ વધી રહી છે, બસમાં સુરક્ષાની કોઇ વ્યવસ્થા નથી હોતી.

નોંધનીય છે કે દિલ્હીમાં ચાલતી બસમાં મેડિકલની વિદ્યાર્થિની પર થયેલા સામુહિક બળાત્કારનો મામલો આજે દેશની સંસદમાં ઉઠ્યો હતો. ભાજપે લોકસભા અને રાજ્યસભામાં આ મામલો ઉઠાવ્યો હતો. રાજ્યસભામાં ભાજપના માયાસિંહએ મામલાનો ઉઠાવ્યો અને ચર્ચા કરવાની માંગ કરી હતી. સાથે જ ભાજપે આ મામલે દેશના ગૃહમંત્રી પાસે આ મામલે જવાબ માંગ્યો હતો. વિપક્ષે આ મામલે હંગામો મચાવી દીધો, ત્યાર બાદ રાજ્યસભાની કાર્યવાહી 15 મીનિટ સુધી રોકવી પડી હતી. આ પહેલા ભાજપે પહેલા બન્ને સદનમાં પ્રશ્નકાળ સ્થગિત કરી ચર્ચા કરવાની માંગ કરી હતી.

English summary
Appalled at the horrific gangrape in a Delhi bus, Leader of Opposition in the Lok Sabha Sushma Swaraj on Tuesday called for capital punishment for those guilty of such crimes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X