For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓડિશામાં ઇજીપ્તના દુર્લભ ગીધ જોવા મળ્યા

|
Google Oneindia Gujarati News

Egyptian-vultures
બહેરામપુર, 4 ઑગસ્ટઃ ઓડિશાના ગંજમ જિલ્લાના ચિકિતી વન્ય ક્ષેત્રમાં લક્ષ્મીપુર પાસે તીખી ચાંચ, પીળી ગર્દન અને સચેત આંખોવાળા ઇજીપ્તના દુર્લભ ગીધ જોવા મળ્યા અને વન વિભાગઓનું સર્વેક્ષણ કરાવવાનું વિચાર રહ્યાં છે.

ખુરદાના વન્યજીવ વાર્ડન પ્રત્યુષ પી મહાપાત્રાએ કહ્યું કે, એક સર્વેક્ષણ થવું જોઇએ અને આ પક્ષીઓ માટે ઇંડા આપવાનું સ્થાન બનાવવામાં આવવું જોઇએ. પક્ષી પ્રેમીઓને તાજેતરમાં આ પ્રકારના 13 પક્ષીઓ જોવા મળ્યા હતા અને તેમણે આ અંગે બહેરામપુરના સંભાગીય વન અધિકારીને જાણકારી આપી હતી. બહેરામપુરના ડીએએફઓ એસએસ મિશ્રએ કહ્યું કે ગિધો દેખાવાએ ક્ષેત્રની સ્વાસ્થ્યકર અને સમુદ્ધ જૈવવિવિધતાના સંકેત આપ્યા છે. અમે ટૂંક સમયમાં સર્વેક્ષણ કરાવીશું.

બહેરામપુર વન વિભાગે આ સંકટગ્રસ્ત પ્રજાતિના સંરક્ષણની પરિયોજના માટે વન વિભાગની વન્યજીવ શાખાને એક પ્રસ્તાવ મોકલવાની યોજના બનાવી રહ્યાં છે. મિશ્રએ કહ્યું કે, વિસ્તૃત સર્વેક્ષણ બાદ કાર્ય યોજના તૈયાર કરવામાં આવશે. સ્થાનિક લોકોએ વરસાદના વાતાવરણમાં વિભિન્ન સ્થળો પર આ પ્રજાતિના ગીધ જોયા હતા અને કહ્યું હતું કે આ પક્ષી માછલી અને નાના જીવોને ખાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દક્ષિણ એશિયા ખાસ કરીને ભારત અને નેપાળમાં ગિદ્ધોની સંખ્યા ઝડપથી વધી રહી છે.

English summary
Rare Egyptian vultures have been spotted near Laxmipur in Chikiti forest range of Odisha’s Ganjam district. The forest department intends to carry out a survey of the birds.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X