Ratan Tata Health Update: હેમખેમ છે રતન ટાટા, અફવાહ બાદ પોતે જ પોસ્ટ કરીને આપી જાણકારી
Ratan Tata Health Update: રતન ટાટાને કોઈ ઓણખાણની જરૂરત નથી. તેમને ભારતની એ હસ્તી છે જેમને તમામ વર્ગના લોકો આદર અને સમ્માનની નજરે જુઓ છે. રતન ટાટા દિગ્ગજ ઉદ્યોપતિ, સમાજસેવક અને ટાટા સન્સના પૂર્વ ચેરમેન પણ રહી ચુક્યા છે.
રતન ટાટા સર એક હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ કરાવવા પહોંચ્યા હતા. 86 વર્ષીય રતન ટાટાના આરોગ્ય અંગે સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાઈ હતી. જે બાદ તેમને પોતે જ આ અફવાનું ખંડન કર્યું હતું. એવી અફવા હતી કે, રતન ટાટાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા છે.
એવું કહેવામાં આવી રહ્યું હતું કે, રતન ટાટા હોસ્પિટલના ICU વોર્ડમાં છે. બ્લડ પ્રેશર ખૂબ જ ઓછું હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, ટાટાએ પોતે આ વાતને નકારી કાઢી છે.

ટાટા સન્સના પૂર્વ ચેરમેન રતન ટાટા હેલ્થ ચેકઅપ માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ગયા છે. તેમણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ અંગેની માહિતી આપી હતી.
રતન ટાટા વિશે સોશિયલ મીડિયા પર સમાચાર ફેલાવા લાગ્યા કે બ્લડ પ્રેશર ખૂબ જ ઓછું હોવાથી તેમને હોસ્પિટલના ICU વોર્ડમાં રિફર કરવામાં આવ્યા છે. રતન ટાટાની હાલત નાજુક છે. આ સાથે એવું કહેવામાં આવી રહ્યું હતું કે, કાર્ડિયોલોજિસ્ટ ડૉ. શાહરૂખ અસ્પી ગોલવાલાની દેખરેખ હેઠળ તેની સારવાર કરવામાં આવી રહી છે.
રતન ટાટાએ એક પોસ્ટ પોસ્ટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે, હું મારા સ્વાસ્થ્ય વિશેની તાજેતરની અફવાઓથી વાકેફ છું અને દરેકને ખાતરી આપવા માંગુ છું કે આ દાવાઓ પાયાવિહોણા છે.
રતન ટાટાએ વધુમાં લખ્યું હતું કે, મારી ઉંમર અને સંબંધિત તબીબી સ્થિતિઓને કારણે હું હાલમાં મેડિકલ ચેક-અપ કરાવી રહ્યો છું. ચિંતા કરવાની કોઈ વાત નથી, હું સંપૂર્ણપણે સ્વસ્થ છું અને લોકોને-મીડિયાને ખોટી માહિતી ફેલાવવાથી દૂર રહેવાની વિનંતી કરું છું.
Thank you for thinking of me 🤍 pic.twitter.com/MICi6zVH99
— Ratan N. Tata (@RNTata2000) October 7, 2024












Click it and Unblock the Notifications
