Ratan Tata Tribute : રતન ટાટાની વિદાયના શોકમાં તેમના કુતરાએ ખાવાનું છોડી દીધુ, જુઓ વીડિયો
Ratan Tata Dog Video : ભારતના ઉદ્યોગપતિ રતન ટાટાને મુંબઈમાં હજારો લોકોની હાજરીમાં અંતિમ વિદાય આપવામાં આવી છે.
રતન ટાટાની વિદાયનો શોક પુરો દેશ મનાવી રહ્યો છે ત્યારે તેમના પાલતુ કુતરાએ પણ ખાવા-પીવાનું છોડી દીધુ છે.

ઘણી સેલિબ્રિટી અને નેતાઓ વચ્ચે તેમનો ડોગ ગોવા તમામ લોકોનું ધ્યાન ખેંચતો જોવા મળ્યો. નેશનલ સેન્ટર ફોર ધ પરફોર્મિંગ આર્ટ્સ સાથે ગોવા શોકમાં જોવા મળ્યો.
સોશિયલ મીડિયા પર સામે આવેલો કૂતરાનો વ્યથિત વીડિયો ભાવુક કરી દેનારો છે. દાવો કરવામાં આવ્યો છે કે ડોગ ગોવાએ ખાવા-પીવાનું બંધ કરી દીધું છે.
રતન ટાટાનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે. તેઓ જીવનભર પ્રાણીઓ ખાસ કરીને કૂતરા પ્રત્યે અત્યંત દયાળુ હતા. તેમના પાલતુ કૂતરા ગોવાનું તેમના જીવનમાં વિશેષ સ્થાન હતું અને તેમના નિધન પછી ગોવાની ભાવનાત્મક પ્રતિક્રિયાએ સૌને ભાવુક કરી દીધા.
સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે રતન ટાટાના ગયા પછી ગોવામાં ખાવા-પીવાનું બંધ કરી દીધું છે અને તે અત્યંત દુઃખી છે. અંતિમ સંસ્કાર વખતે તેની બેચેની પણ સ્પષ્ટ જોઈ શકાતી હતી.
જણાવી દઈએ કે, રતન ટાટાની કુતરા પ્રત્યેની લાગણીએ તેમની મિત્રતા શાંતનુ નાયડુ સાથે કરાવી. તેમની મિત્રતાની ખુબ ચર્ચા રહી છે. શાંતનું નાયડુએ અકસ્માતોથી બચાવવા રસ્તાઓ પર રખડતા કૂતરાઓને પ્રતિબિંબીત કોલર બાંધવાનો એક નાનો વ્યવસાય શરૂ કર્યો હતો.
ટાટાએ આ પહેલને નાણાકીય ટેકો પૂરો પાડ્યો અને નાયડુને તેમના સહાયક તરીકે નિયુક્ત કરીને તેમના કાર્યને આગળ ધપાવવા માટે ટેકો આપ્યો હતો.
રતન ટાટાનો તેમના કૂતરા ગોવા સાથે ઊંડો સંબંધ હતો. 2018 માં બકિંગહામ પેલેસ ખાતે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવનારા હતા ત્યારે તેમનો કુતરો બિમાર હોવાથી હાજરી પણ નહોતી આપી.
ઉદ્યોગપતિ સુહેલ સેઠ જણાવે છે કે ટાટાએ તેમના કૂતરાનું ધ્યાન રાખવાને પ્રાથમિકતા આપી હતી અને શાહી સમારોહમાં હાજરી નહોતી આપી. રાજા ચાર્લ્સ ત્રીજા પણ આ નિર્ણયથી પ્રભાવિત થયા હતા અને ટાટાની સંવેદનશીલતાની પ્રશંસા કરી હતી.












Click it and Unblock the Notifications
