કેદારનાથમાં પ્રપોઝ કરનારા કપલ વિરૂદ્ધ કાર્યવાહીથી રવિના ટંડન ભડકી, જાણો શું કહ્યું?
આ દિવસોમાં કેદારનાથમાં પ્રપોઝ કરનારી યુવતી અને તેનો બોયફ્રેન્ડ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ કપલનો પ્રેમ જોઈને કેદારનાથ પ્રસાશનને વાંધો પડ્યો છે અને ફરિયાદ નોંધાઈ છે ત્યારે હવે આ મુદ્દે રવિના ટંડન કપલના સમર્થનમાં આવી છે.
આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો તેને ધાર્મિક આસ્થા સાથે જોડી રહ્યા છે. લોકો જણાવી રહ્યા છે કે કેદારનાથ ધામ એક પવિત્ર સ્થળ છે અને તે આ બધું કરવા માટેનું સ્થાન નથી. હવે અભિનેત્રી રવિના ટંડને આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.

આ કપલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ ટૂંક સમયમાં જ બંને વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની છે ત્યારે રવિના ટંડને ખુલ્લેઆમ આ કપલનું સમર્થન કર્યું છે. એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રવિના ટંડને લખ્યુ કે, આપણા ભગવાન ક્યારે પ્યાર અથવા તેના ભક્તોની વિરુદ્ધ થઈ ગયા? જે તેમના આશીર્વાદ લઈને આ ક્ષણને પવિત્ર કરવા માંગે છે.
રવિનાએ કહ્યું કે, કદાચ પશ્ચિમી રીત અને તેની સંસ્કૃતિ અનુસાર પ્રપોઝ કરવું હવે સલામત છે. ફૂલો, મીણબત્તીઓ અને ચોકલેટ. ખૂબ જ દુખજ! આ કાર્યવાહી તે લોકો વિરુદ્ધ કરવામાં આવી રહી છે જે ફક્ત તેમના સંબંધો માટે આશીર્વાદ લેવા માંગતા હતા.
જણાવી દઈએ કે આ વીડિયો વાયરલ થયા બાદ બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ વાંધો ઉઠાવતા પોલીસને પત્ર લખ્યો હતો. આ પત્રમાં મંદિરના પરિસરમાં વીડિયો બનાવનાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પત્રમાં કહેવાયુ છે કે, આ સ્થાન ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલું છે, તેથી પવિત્ર સ્થાન પર તેની નકારાત્મક અસર પડે છે.












Click it and Unblock the Notifications
