For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBSEએ 9મા અને 11માના ફેલ થયેલા છાત્રોને આપી રાહત, ફરીથી લેશે પરીક્ષા

જે આ વર્ષે ફેલ થઈ ગયા હતા એવા છાત્રો માટે માનવ સંશાધન વિકાસ મંત્રાલય અને સીબીએસઈએ એક મોટો નિર્ણય લીધો છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના કારણે આખા દેશમાં લૉકડાઉન લાગુ છે. જેના કારણે મોટાથી લઈને બાળકો સુધી બધા ઘરોમાં કેદ છે. એવામાં એ છાત્રો પર ડિપ્રેશનનુ જોખમ મંડરાઈ રહ્યુ છે જે આ વર્ષે ફેલ થઈ ગયા હતા. આવા છાત્રો માટે માનવ સંશાધન વિકાસ મંત્રાલય અને સીબીએસઈએ એક મોટો નિર્ણય લીધો છે. જે હેઠળ હવે 9મા અને 11મા ધોરણમાં ફેલ બાળકોને ફરીથી મોકો આપવામાં આવશે. આ દરમિયાન તેમને સ્કૂલ આધારિત ટેસ્ટની સુવિધા આપવામાં આવશે જેથી તે પાસ થઈ શકે.

CBCE

સીબીએસઈના જણાવ્યા મુજબ મોટી સંખ્યામાં ફેલ બાળકોના માતાપિતાની ફરિયાદો તેમની પાસે પહોંચી રહી હતી ત્યારબાદ હવે સ્કૂલ એવા બાળકોનો સંપર્ક કરશે જે 9માં અને 11મા ધોરણમાં ફેલ થઈ ચૂક્યા છે. ત્યારબાદ તેમનુ ઑનલાઈન, ઑફલાઈન કે ઈનોવેટિક ટેસ્ટમાંથી એક ટેસ્ટ થશે જેથી ફેલ બાળકોને પાસ કરી શકાય. આમાં એ જ બાળકોને મોકો મળશે જેમની પરીક્ષાઓ થઈ ગઈ છે અથવા પરિણામ આવી ગયા છે. સીબીએસઈએ ગુરુવારે આ અંગે નોટિફિકેશન જારી કરી દીધુ છે. નોટિફિકેશન મુજબ કોરોનાથી ઉપજેલી સ્થિતિત વિશે માનવ સંશાધન વિકાસ મંત્રાલય અને બોર્ડે એ નિર્ણય લીધો છે. આ નિર્ણય માત્ર આ શૈક્ષણિક વર્ષ માટે લાગુ હશે.

તાઈવાન પર એક નિર્ણય લઈને ચીનને ઝટકો આપવાની તૈયારીમાં છે ભારત!તાઈવાન પર એક નિર્ણય લઈને ચીનને ઝટકો આપવાની તૈયારીમાં છે ભારત!

English summary
re exam for failed students in 9th and 11th class in CBSE
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X