For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકઃ વિધાનસભા સ્પીકર વિરુદ્ધ કોંગ્રેસ-જેડીએસના બાગી ધારાસભ્યો SC પહોંચ્યા, કાલે સુનાવણી થશે

કર્ણાટકઃ વિધાનસભા સ્પીકર વિરુદ્ધ કોંગ્રેસ-જેડીએસના બાગી ધારાસભ્યો SC પહોંચ્યા, કાલે સુનાવણી થશે

|
Google Oneindia Gujarati News

બેંગ્લોરઃ કર્ણાટકમાં સંકટ થમવાનું નામ નથી લઈ રહ્યો. કોંગ્રેસ અને જેડીએસના બાગી ધારાસભ્યો રાજીનામાં આપી મહારાષ્ટ્રની અલગ-અલગ જગ્યાએ રોકાયા છે. જ્યારે હવે અહેવાલ મળી રહ્યા છે કે કોંગ્રેસ અને જેડીએસના બાગી ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા છે. આ ધારાસભ્યો આજે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરશે. સૂત્રો મુજબ વિધાનસભા સ્પીકર પર પોતાનું સંવૈધાનિક દાયિત્વ ન નિભાવવા અને તેમના રાજીનામાને મંજૂર કરવામાં મોડું કરવાનો આરોપ આ ધારાસભ્યોએ લગાવ્યો છે.

supreme court

સાથે જ સૂત્રોએ જણાવ્યું કે ધારાસભ્યો આ મામલાને લઈ સીજેઆઈ રંજન ગોગોઈ સામે મેંશન પણ કરશે. ધારાસભ્યોનું કહેવું છે કે રાજનૈતિક ઉદ્દેશ્યને પગલે સ્પીકર તેમના રાજીનામાને મંજૂર નથી કરી રહ્યા અને અલ્પમતમાં આવી ગયેલ જેડીએસ-કોંગ્રેસ સરકારને બચાવવાની કોશિશ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોએ રાજીનામું આપી દીધા બાદ કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસની સરકાર ગમે ત્યારે પડી શકે છે. બાગી ધારાસભ્યો મહારાષ્ટ્રની વિવિધ જગ્યાએ રોકાયા છે જેથી કરીને કર્ણાટક સરકારનો કોઈ વ્યક્તિ તેમનો સંપર્ક ન કરી શકે. કેટલાક ધારાસભ્યો મુંબઈની એક હોટલમાં રોકાયા છે જ્યાં તેમને મળવા માટે પહોંચેડ ડીકે શિવકુમારનું હોટલ સ્ટાફે રિઝર્વેશન રદ્દ કરી દીધું હતું. જ્યારે મુંબઈ પોલીસે પણ આ હોટલ બહાર સુરક્ષાના આકરા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે.

મુંબઈમાં બાગી ધારાસભ્યોને મળવા પહોંચ્યા ડીકે શિવકુમાર, હોટલે બુકિંગ રદ્દ કર્યું મુંબઈમાં બાગી ધારાસભ્યોને મળવા પહોંચ્યા ડીકે શિવકુમાર, હોટલે બુકિંગ રદ્દ કર્યું

English summary
rebel congress and jsd MLAs kf karnataka moved to supreme court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X