For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં બળવાખોરો ભાજપ- કોંગ્રેસની મુશ્કેલી વધારી શકે

રાજસ્થાનમાં પણ બળવાખોરો ભાજપ- કોંગ્રેસની મુશ્કેલી વધારી શકે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જેમ તેલંગાણામાં બળવાખોરોએ ટીઆરએસ અને કોંગ્રેસની મુશ્કેલી વધારી છે તેવી જ રીતે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પણ બળવાખોરો ભાજપ અને કોંગ્રેસની મુશ્કેલી વધારી શકે છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં નામાંકન પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ તસવીર સ્પષ્ટ થઈ રહી છે કે 200 વિધાનસભા સીટમાંથી 50 સીટ પર ત્રિકોણીય હરીફાઈ થનાર છે. આ હરીફાઈ કોઈ ત્રીજા પક્ષ સાથે નહિ બલકે બળવાખોરો જ ભાજપ અને કોંગ્રેસની મુશ્કેલી વધારવાનું મન બનાવી બેઠા છે.

બળવાખોરો મુશ્કેલી વધારી શકે

બળવાખોરો મુશ્કેલી વધારી શકે

નામાંકન પ્રક્રિયા પૂર્ણ થયાના તુરંત બાદ ટિકિટ કપાઈ હોવાથી બંને પાર્ટીના નેતાઓએ પોતાની જ પાર્ટીના ઉમેદવાર સામે સ્વતંત્ર રીતે નામાંકન પત્ર ભરીને વધુ એક સમસ્યા ઉભી કરી છે. આવું પહેલી વાર બની રહ્યું છે જ્યારે ભાજપના કોઈ વરિષ્ઠ નેતાએ પાર્ટી સામે જગજાહેર બળવો કર્યો હોય. જેમાં સુરેન્દ્ર ગોયલ, હેમ સિંહ ભાદાન અને રાજકુમાર રિનવાનો સમાવેશ થાય છે. જો કે નોમિનેશન પરત ખેંચવાની અંતમ તારીખ 22 નવેમ્બર છે ત્યારે જોવાનું રહેશે કે બળવાખોર ઉમેદવારો પોતાનું નામાંકન પરત ખેંચે છે કે પછી પાર્ટી કમાન સામે છાતી ઠોકીને ઉભા રહે છે.

ભાજપના આ મોટાં માથાએં બળવો પોકાર્યો

ભાજપના આ મોટાં માથાએં બળવો પોકાર્યો

ઘનશ્યામ તિવારીને ભાજપના સૌથી મોટા બળવાખોર તરીકે જોવામાં આવી રહ્યા છે, તેમણે ભારત વાહિની પાર્ટી બનાવી નાખી અને વિધાનસભા ચૂંટણીમાં કેટલાય ઉમેદવારોને પોતાની નવી પાર્ટી તરફથી ઉભા કર્યા છે. તેઓ ખુદ સંગનેરથી ભાજપના અશોક લાહોતી અને કોંગ્રેસના પુશ્પેન્દ્ર શર્મા સામે ચૂંટણી લડી રહ્યા છે. હિંદુત્વના મુદ્દા પર આક્રમક વલણ અપનાવતા નેતા તરીકે ઓળખ મેળવનાર બળવાખોર જ્ઞાનદેવ આહુજાએ પણ ભાજપના ઉમેદવાર સામે નોમિનેશન ફોર્મ ભર્યું છે. બીજી બાજુ હનુમાન બેનિવાલે પણ ચિંતા વધારી છે, વિધાનસભા ચૂંટણી 2013માં તેમણે બળવો પોકાર્યો હતો. 65 ઉમેદવારોને ટિકિટ અપાવીને તેઓ પણ પોતાની તાકાતનું પ્રદર્શન કરી રહ્યા છે.

આ સીટ પર કોંગ્રેસની મુશ્કેલી વધશે

આ સીટ પર કોંગ્રેસની મુશ્કેલી વધશે

છતાં ભાજપ અને કોંગ્રેસ નામાંકન પરત ખેંચવાની અંતિમ તારીખ સુધીમાં બળવાખોર ઉમેદવારોને મનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. બળવાખોરો સામે વિજય મેળવવા બંને પાર્ટીએ એડીચોટીનું જોર લગાવવું પડસે. જેમાંની કેટલીક સીટ અઘરી છે જેમ કે વિદ્યાધન નગર સીટ જ્યાંથી ત્રિકોણીય હરીફાઈની ખાતરી કરવા માટે વિક્રમ સિંહ શેખાવતે નામાંકન પત્ર ભર્યું છે, જે કોંગ્રેસને ભારે નુકસાન પહોંચાડી શકે છે.

આ સીટ પર ત્રિકોણીય હરીફાઈ થશે

આ સીટ પર ત્રિકોણીય હરીફાઈ થશે

સેક્સ કાંડમાં ફસાયેલા કોંગ્રેસના વધુ એક નેતાએ બળવાખોર ઉમેદવાર તરીકે નામાંકન નોંધાવ્યું છે, તેમણે ડુડુ સીટ પરથી નામાંકન પત્ર ભર્યું છે, અહીં તેઓ બહુમતીથી જીતી પણ શકે છે. શાહપુરા સીટ પર પણ બળવાખોર ઉમેદવારે કોંગ્રેસની મુશ્કેલી વધારી છે, અહીંથી કોંગ્રેસના પૂર્વ મંત્રી અને વગર્નર કમલના દીકરા આલોક બેનિવાલે બળવાખોર ઉમેદવાર તરીકે નામાંકન ભર્યું છે. આ સીટ પર જાટનું પ્રભૂત્વ વધુ હોવાથી બેનિવાલને ફાયદો થઈ શકે છે. રતનગઢ, ખંડેલા, નિમ કા થાના, ધોડ, દાંતા રામગઢ, સિકર, ડુડુ, નાગોરે, વિદ્યાધર નગર, બમનવાસ, સિરોહી, અજમેર વેસ્ટ, મસૂડા, કિશનગઢ, કેશવરાયપતન, તારા સાગવાડા, શ્રીડુંગરગઢ, સાંચોર, જૈતરણ, ઘાટોલ, અસિંદ, પંચપાદ્ર, ફુલેરા, લુણી, બસ્સી, ભદ્રા,સ હિંદોન, કઠુમર, લદનુ, બડમેર, ઝુનઝુનુ, ખિવસર, કોટપુતલી, શિવ અને નવલગઢ સીટ પર ત્રિકોણીય હરીફાઈ થનાર છે.

...તો ભાજપમાં સામેલ થવા માગતા હતા મિઝોરમના મુખ્યમંત્રી લાલથનહવલા! ...તો ભાજપમાં સામેલ થવા માગતા હતા મિઝોરમના મુખ્યમંત્રી લાલથનહવલા!

English summary
Rebels to trouble both the BJP and the Congress in Rajasthan Assembly elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X