Punjab News: પંજાબમાં GST કલેક્શનમાં 16.61 ટકાનો રેકોર્ડ વધારો

Punjab News: નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ પંજાબમાં GST કલેક્શનને લઈને મોટું નિવેદન આપ્યું છે. નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ દાવો કર્યો હતો કે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સરકારના કાર્યકાળ દરમિયાન કરચોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આવી સ્થિતિમાં રાજ્યમાં GST કલેક્શનમાં વધારો એ પંજાબ સરકારની મોટી ઉપલબ્ધિ છે. જીએસડી કલેક્શનના ડેટાનો ઉલ્લેખ કરતાં ચીમાએ જણાવ્યું હતું કે, નવેમ્બર સુધી રાજ્યમાં જીએસટી કલેક્શનમાં 16.61 ટકાનો વધારો નોંધાયો છે.

GST collection

જીએસટી કલેક્શનમાં રૂપિયા 1987.62 કરોડનો વધારો - પંજાબમાં ચાલુ નાણાકીય વર્ષમાં જીએસટી કલેક્શનમાં રૂપિયા 1987.62 કરોડનો વધારો નોંધાયો છે. મંત્રીએ કહ્યું કે નવેમ્બર 2022-23માં GST કલેક્શન 11,967.76 કરોડ રૂપિયા હતું, જે હવે વધીને 13,955.38 કરોડ રૂપિયા થઈ ગયું છે. આવી સ્થિતિમાં ગયા વર્ષની સરખામણીમાં GST કલેક્શનમાં 1987.62 કરોડ રૂપિયાનો વધારો થયો છે.

ડેટા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં નવેમ્બર સુધી એક્સાઇઝમાંથી કુલ આવક રૂપિયા 5947.47 કરોડ છે, જ્યારે નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ આઠ મહિનામાં કુલ જીએસટી આવક રૂપિયા 5336.61 કરોડ હતી. આવા સમયે, એક્સાઇઝમાંથી મળેલી આવકમાં કુલ રૂપિયા 610.86 કરોડનો વધારો નોંધાયો હતો.

નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ જણાવ્યું હતું કે રાજ્યને નવેમ્બરના અંત સુધી ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વેટ, સીએસટી, જીએસટી, પીએસડીટી અને એક્સાઇઝમાંથી કુલ રૂ. 24965.59 કરોડની આવક મળી છે.

સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર નવેમ્બર સુધી વેટ, સીએસટી, જીએસટી, પીએસડીટી અને એક્સાઈઝમાંથી મળેલી આવકમાં 13.89 ટકાનો ચોખ્ખો વધારો થયો છે.

આ અંગે નાણામંત્રી ચીમાએ કહ્યું કે ભગવંત માનની સરકાર ટેક્સ ચોરીના મામલામાં કડક છે. ટેક્સ સિસ્ટમને સરળ બનાવવાની સાથે વધુમાં વધુ ટેક્સ કલેક્શન થઈ શકે તે માટે તે પ્રામાણિક કરદાતાઓને સુવિધાઓ આપવા માટે પણ કામ કરી રહી છે.

મંત્રી ચીમાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જીએસટી લાગુ થયા બાદ પ્રથમ વખત આઠ મહિનામાં રાજ્યનું ટેક્સ કલેક્શન રૂપિયા 25 હજાર કરોડના આંકડાને આંબી ગયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X