Delhi New CM : કોણ છે દિલ્હી સીએમ રેસમાં સામેલ થયેલી રેખા ગુપ્તા? જાણો કેમ નામ ચર્ચામાં છે?
Delhi New CM : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ 70માંથી 48 બેઠકો જીતી છે. દિલ્હીમાં સરકાર બનાવવા જઈ રહી છે અને હાલ નવા મુખ્યમંત્રીના નામ પર સસ્પેન્સ યથાવત છે.
અહેવાલો પર વિશ્વાસ કરીએ તો વડાપ્રધાન વિદેશ પ્રવાસથી પરત ફરતા જ મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે અને 19 અથવા 20 ફેબ્રુઆરીએ શપથવિધિ યોજાઈ શકે છે.

મુખ્યમંત્રી પદ માટે ઘણા નવા ચૂંટાયેલા ધારાસભ્યોના નામ ચર્ચામાં છે. જો કે આ લિસ્ટમાં સૌથી આગળ રેખા ગુપ્તાનું નામ છે. શક્યતા છે કે ભાજપ જો દિલ્હીનું નેતૃત્વ કોઈ મહિલા નેતાને સોંપે તો તે રેખા ગુપ્તા હશે.
રેખા ગુપ્તા કોણ છે?
રેખા ગુપ્તાનો જન્મ 1974માં હરિયાણાના જીંદ જિલ્લાના નંદગઢ ગામમાં થયો છે. જ્યારે રેખા માત્ર બે વર્ષની હતી ત્યારે તેમના પિતા SBI બેંકમાં મેનેજર બન્યા અને 1996માં પરિવાર સાથે દિલ્હીમાં શિફ્ટ થયા. રેખા ગુપ્તાને હરિયાણા અને દિલ્હીની સંસ્કૃતિનો ઊંડો સંપર્ક છે.
ભાજપ બંને રાજ્યોમાં સંતુલન જાળવવા અને રેખા ગુપ્તાના આરએસએસ સાથેના ગાઢ સંબંધને ધ્યાને લઈ તેમને મુખ્યમંત્રી બનાવવાની શક્યતા છે.
રેખા ગુપ્તાએ પોતાની શાળા અને યુનિવર્સિટી લેવલની અભ્યાસ દિલ્હીમાંથી જ પૂર્ણ કર્યો છે. તેણી સર્વપ્રથમ અખિલ ભારતીય વિદ્યાર્થિ પરિષદ સાથે જોડાઈ હતી અને પદાધિકારી રહી. તેણી વૈશ્ય પરિવારમાંથી આવે છે.
રેખા ગુપ્તા LL.B. ડિગ્રી ધરાવે છે અને શાલીમાર બાગ બેઠક પરથી પ્રથમવાર ધારાસભ્ય બની છે. દિલ્હીમાં ભાજપે 68 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાંથી 8 મહિલાઓને ટિકિટ આપી હતી અને ચાર મહિલાઓ ચૂંટાઈ છે, જેમાં રેખા ગુપ્તા સામેલ છે.
રેખા ગુપ્તા ત્રણ વખત કોર્પોરેટર રહી ચૂકી છે અને હવે 30,000 મતોથી આમ આદમી પાર્ટીના ઉમેદવારને હરાવી શાલીમાર બાગ બેઠક પર વિજય મેળવ્યો છે.
બાળપણથી જ રેખા ગુપ્તા RSS સાથે જોડાયેલા છે. તેમનો રાજકીય વ્યવહાર અને શાખામાં કેડર બનાવવા માટેનું કામ ભાજપની ટોચની નેતૃત્વ ટીમ માટે ઉપયોગી છે. અગાઉ ભાજપે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં મુખ્યમંત્રીઓની પસંદગી માટે આ પ્રકારના આરએસએસ આધારિત નેતાઓને પસંદ કર્યા છે.
રેખા ગુપ્તાએ સીએમ પદને લઈને જણાવ્યુ કે, હું ભાજપની કાર્યકર છું. પાર્ટી જે પણ જવાબદારી આપશે, તે હું સંપૂર્ણ સમર્પણ સાથે નિભાવીશ. આ નક્કી કરવાનું કામ પ્રધાનમંત્રી મોદી અને ભાજપના ટોચના નેતૃત્વનું છે.












Click it and Unblock the Notifications
