નિર્ભયા બળાત્કાર કાંડની આજે વરસી, કેટલો સુધર્યો આપણો સમાજ?

નવી દિલ્હી, 16 ડિસેમ્બર: દિલ્હી બળાત્કાર કાંડને આજે એક વર્ષ પુરું થઇ ગયું છે. આજના દિવસે જ ચાલતી બસમાં 23 વર્ષની નિર્ભયાની સાથે છ નરાધમોએ સામુહિક બળાત્કાર કર્યો હતો, આ દરમિયાન તેને એ રીતે ચૂંથવામાં આવી કે દિલ્હીની આ બહાદૂર દિકરી 13 દિવસ સુધી મોત સાથે લડતી રહી અને આખરે તેણે સારવાર દરમિયાન દુનિયાને અલવિદા કહી દીધી.

16 ડિસેમ્બરની એ ડરાવની ઘટના બાદ દિલ્હી પોલીસ ભલે લાખ દાવાઓ કરે કે તેણે મહિલાઓની સુરક્ષા માટે ઘણા પગલા ભર્યા છે. પરંતુ સાચુ એ છે કે દેશની રાજધાનીમાં યુવતીઓ આજે પણ પોતાને સુરક્ષિત અનુભવતી નથી. જેએનયુની પાસે કટવરિયા સરાય વિસ્તારમાં રહેનાર યુવતીઓનું માનવું છે કે દિલ્હીમાં મહિલાઓ પ્રત્યે લોકોના વલણમાં કોઇ ખાસ ફેરફાર આવ્યો નથી.

યુવતીઓએ જણાવ્યું કે હજી પણ અમે જ્યારે ઘણીવાર પોલીસને કોલ કર્યો તો કોલ રિસીવ કરવામાં આવ્યો નહી. દિલ્હી પોલીસમાં હજી સુધી સુધાર નથી થયો. હાલમાં જ કનોટ પ્લેસમાં રાત્રે 8 વાગ્યે કરીપ રેપની ઘટના ઘટી હતી. પરંતુ પોલીસને ઘટનાની જાણ કલાકો પછી થાય છે, એવામાં સવાલ ઉઠે છે કે રાત્રે પેટ્રોલિંગ કરવાના સમયે પોલીસ શું કરી રહી હતી.

સાકેત, દિલ્હીનું ખૂબ જ પોશ અને ભીડ-ભાડવાળો વિસ્તાર છે, મોડી રાત્રે અત્રે પણ આ રીતે જ ચહેલ પહેલ રહે છે. પરંતુ શું મહિલાઓ આ ભીડમાં પોતાને સુરક્ષિત અનુભવે છે? એક વર્ષ બાદ પણ દિલ્હી પોલીસમાં કોઇ ફેરફાર આવ્યો નથી, આવું આઇબીએન7નું નિરિક્ષણ કહે છે. આજે પણ સાકેતથી દ્વારકા જવા માટે કોઇ ઓટોવાળો તૈયાર નથી થતો. ઓટોવાળાઓની મનમાની રોકવા અને મહિલાઓને સુરક્ષા આપવાના પોલીસના દાવાઓ પોકળ સાબિત થયા છે.

સમીરા ગવાન્ડી

લોકોની માન્યતા બદલવાની જરૂર છે, નિર્ભયાની લડત એડે ના જવી જોઇએ.

સુહેલ શેઠ

નિર્ભયા ઘટના એ આપણા સમાજનું પ્રતિબિંબ છે, જેને બદલવાનો સમય છે.

આરપીએન સિંહ

આજે દુ:ખનો દિવસ છે. આપણે જાણીએ છીએ કે આજના દિવસે એક વર્ષ પહેલા ગંભીર બળાત્કાર કાંડ થયો હતો. તેના મૃત્યુએ કાયદો તો ગઢ્યો પરંતુ આપણે બધાએ પણ કંઇ કરવાની જરૂર છે.

ચમ્પ્યુટરલોજી

ચલો ભારતીયો... નિર્ભયા પરના અત્યાચારને યાદ કરો, અને આવી ઘટનાઓને રોકવાનો સંભવત: પ્રયાસ કરો.

મી..@ભિનવ

આવી ઘટનાઓને અંજામ આપતા લોકોના માઇન્ટ ચેન્જ કરવાનું જરૂર છે. સોરી નિર્ભયા..

ફ્રી સૌલ

સમાજમાં સેક્સ અંગેની માન્યતાઓ પર પ્રકાશ પાડવો જોઇએ. જેનાથી સમાજની માન્યતા બદલાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X