બોર્ડર પર ભારતે પાક. સાથે મીઠાઇ આદાન-પ્રદાનને નકાર્યો

Written By:
Subscribe to Oneindia News

ભારત અને પાકિસ્તાન સીમા વચ્ચે હાલ તનાવ ચરમ સીમા પર છે. આ વાતનો અંદાજો તે વાતથી લગાવી શકાય છે કે વાઘા બોર્ડર પર આ વખતે ભારતીય સેનાએ 26મી જાન્યુઆરી પાકિસ્તાન સાથે મીઠાઇ એક્સચેન્જ કરવાના કાર્યક્રમને રદ્દ કર્યો છે. નોંધનીય છે કે એક તરફ જ્યાં પાકિસ્તાન તરફથી જમ્મુ કાશ્મીરમાં સીઝ ફાયર કરીને આંતરાષ્ટ્રીય સીમાના નિયમોને તોડવામાં આવી રહ્યા છે અને તેના કારણે માસૂમ નાગરિકો અને જવાનો શહીદ થઇ રહ્યા છે. તે વાતને જોતા અને સીમા પર વધી રહેલા ટેન્શનના કારણે આ પગલું લેવામાં આવ્યું છે તેમ જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે 69 ગણતંત્ર દિવસ નિમિત્તે શુક્રવારે ઇન્ડિયન આર્મીએ વાઘા બોર્ડર પર પાકિસ્તાન જવાનો સાથે મીઠાઇ આદાન પ્રદાન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. બીએસએફ દ્વારા ગુરુવારે જ પાકિસ્તાન રેન્જર્સને જણાવી દેવામાં આવ્યું હતું કે તે ભારતના ગણતંત્ર દિવસ નિમિત્તે કોઇ પણ પ્રકારનું સ્વીટ એક્સચેન્જ પ્રોગ્રામ નહીં કરે.

India

એલઓસી પર પાકિસ્તાન તરફથી થઇ રહેલા સીઝ ફાયરના ઉલ્લંધનને લઇને બીએસએફ તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે ધણાં લાંબા સમયથી બંન્ને દેશાની આઝાદીના દિવસે અને ખાસ તહેવારો જેમ કે ઇદ અને દિવાળીના સમયે પણ પરસ્પર ભાઇચારો વધે તે ભાવનાને ધ્યાનમાં રાખીને મીઠાઇની લે-વેચનો કાર્યક્રમ યોજવામાં આવે છે. પણ જ્યારે જ્યારે બંન્ને દેશોના સંબંધો બગડે છે ત્યારે આ કાર્યક્રમ પર પણ પૂર્ણવિરામ મૂકવામાં આવે છે. આ વખતે બીએસએફે પાકિસ્તાનને લગતી 553 કિમી પંજાબ બોર્ડર પર સૌથી વધુ એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે. સામાન્ય રીતે દરેક ખાસ પ્રસંગે પંજાબ પાસે આવેલી વાઘા બોર્ડર પર સ્વીક એક્સચેન્જ કાર્યક્રમ કરવામાં આવે છે. અને બંન્ને દેશોના ઉચ્ચ અધિકારી મળીને એક બીજાને સ્વીટ આપે છે અને સ્વીટ ખવડાવી, શુભેચ્છા પણ પાઠવે છે. જો કે જે રીતે જમ્મુ અને કાશ્મીરમાં ભારતના જવાનો શહીદ થઇ રહ્યા છે તે જોતા આ વખતે આ કાર્યક્રમ પણ રદ્દ કરવામાં આવ્યો છે. જે બતાવે છે કે બંન્ને દેશોના સંબંધો વણસી રહ્યા છે. અને બોર્ડર પર તનાવ હજી પણ કાર્યરત છે.

English summary
Republic Day 2018: BSF refuses to exchange sweets with Pakistan Rangers over ceasefire violations

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.