For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Republic Day Parade 2023 : VIP સીટો ઘટાડી સામાન્ય લોકો માટે સીટો વધારાઈ

રક્ષા સચિવ ગિરધર અરમાને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, જનભાગીદારીના વિઝનને પ્રતિબિંબિત કરતી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. કોવિડને ધ્યાનમાં રાખીને સીટોની સંખ્યા એક લાખથી ઘટાડીને 45 હજાર કરી દેવાઈ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારતમાં 74માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે તૈયારીઓ જોરસોરથી ચાલી રહી છે. 26મીં જાન્યુઆરીએ કર્તવ્ય પથ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં 50 એરક્રાફ્ટ કર્તવ્ય પથ પરેડ કરશે. જેમાં નેવીનું IL-38 પણ સામેલ હશે.

Republic Day Parade

સામે આવી રહેલા સમાચારો અનુસાર, આ વખતે VIP સીટોમાં કાપ મુકવામાં આવ્યો છે અને સામાન્ય લોકો માટે 32 હજાર સીટો ફાળવવામાં આવી છે. આ મુદ્દે રક્ષા સચિવ ગિરધર અરમાને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, જનભાગીદારીના વિઝનને પ્રતિબિંબિત કરતી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. કોવિડને ધ્યાનમાં રાખીને સીટોની સંખ્યા એક લાખથી ઘટાડીને 45 હજાર કરી દેવાઈ છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, VIP બેઠકોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે.

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કર્તવ્ય પથ પર સીટિંગ પ્લાનમાં સીટોની સંખ્યા ઘટાડીને 45 હજાર કરવામાં આવી છે. આમાંથી 32 હજાર બેઠકો આ વર્ષે સામાન્ય લોકો માટે ઉપલબ્ધ હશે. કુલ બેઠકોની 10 ટકા બીટિંગ રિટ્રીટમાં ઓનલાઈન બુકિંગ માટે ઉપલબ્ધ છે.

English summary
Republic Day Parade 2023: VIP seats reduced and seats for common people increased
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X