પ્રમોશનમાં આરક્ષણઃ સપાએ આપી સમર્થન પરત ખેંચવાની ધમકી

mulayam singh yadav
નવીદિલ્હી, 16 ડિસેમ્બરઃ પ્રમોશનમાં આરક્ષણના મુદ્દે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે પોતાનું વલણ વધુ કપરું કર્યું છે. મુલાયમ સિંહ યાદવે સ્પષ્ટ કર્યું છે કે જો કેન્દ્ર સરકાર પ્રમોશનમાં આરક્ષણ બિલને પાસ કરશે તો તેમની પાર્ટી સરકારને સમર્થન ચાલું રાખવા અંગે ફરીથી વિચાર કરશે.

હાલ સમાજવાદી પાર્ટી કેન્દ્રની યૂપીએ સરકારને બહારથી સમર્થન આપી રહી છે. રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રમોશનમાં આરક્ષણના મુદ્દે જોરદાર હંગામો મચાવી ચુકી છે. સમાજવાદી પાર્ટીનું સૌથી મોટું વિરોધી બીએસપી આ બિલનું સમર્થન કરી રહ્યું છે, જ્યારે યુપીમાં 18 લાખ સરકારી કર્મચારીઓ આરક્ષણ બિલના વિરોધમાં હડતાળ પર છે.

નોંધનીય છે કે રાજ્યસભામાં આવેલ પ્રમોશનમાં અનામતના બિલના વિરોધમાં યુપીમાં લગભગ 18 લાખ કર્મચારીઓ અમર્યાદીત હડતાળ પર ઉતરી ગયા છે. બીજી બાજુ બીલનો વિરોધ નોંધાવી રહેલા સમાજવાદી પાર્ટીએ પણો જણાવી દીધું કે પ્રદેશની સરકાર આ હડતાળનો ભંગ કરવા માટે કોઇ પ્રયત્નો નહીં કરે. સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ નરેશ અગ્રવાલે જણાવ્યું કે ઉત્તર પ્રદેશની સરકાર કર્મચારીયોની હડતાળ ભંગ કરવાની કોઇ પ્રયત્ન નહી કરે. જો યુપીમાં કામકાજ પર અસર પડશે તો દેશને પણ નુકસાન થશે કારણ કે આ બીલથી તમામ એ લોકોને મહત્વપૂર્ણ હોદ્દાઓ પર બેસાડવામાં આવશે જે તેના યોગ્ય નહીં હોય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X