'મંત્રીમંડળમાં ફેરબદલ 2014ની ચૂંટણીની દિશામાં પહેલ'

કોંગ્રેસના નેતા મિલિંદ દેવરાનું કહેવું છે કે, આ ફેરબદલ 2014ની ચૂંટણીની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. ઘણા નવા ચહેરાઓ સામે આવ્યાં છે. મારા મિત્રો સચિન પાઇલોટ અને જ્યોતિરાદિત્ય સિંઘિંયાની ઉન્નતિ થઇ છે.
જ્યોતિરાદિત્ય સિંઘિયાએ કહ્યું છે કે અમે યુવાનોએ તેમની(પાર્ટી હાઇ કમાન્ડ) અપેક્ષાઓ પર ખરા ઉતરવું પડશે. કોગ્રેસી નેતા હરીશ રાવતે કહ્યું કે, ભારત એક યુવા રાષ્ટ્ર છે,તેથી અધિક યુવા મંત્રીઓની આવશ્યક્તા છે.
'' ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે અને લાંબા સમય સુધી યુવા દેશ રહેશે, તેથી અમને અધિક યુવા નેતાઓની આવશ્યકતા છે. દેશ રાહુલ ગાંધીને ભવિષ્યના પ્રધાનમંત્રી તરીકે જૂએ છે,'' તેમ રાવતે ઉમેર્યું છે.
અજય માકને કહ્યું કે, આ એક યોગ્ય સમય છે, જ્યારે યુવાઓએ પોતાની શક્તિ દર્શાવવી જોઇએ. ખેલમંત્રાલયથી અલગ થતાં આ વિભાગને નુક્સાન જશે,તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, હું જ્યાં પણ જઇશ, મારી સર્વોત્તમ ક્ષમતાનું પ્રદર્શન કરીશ, અહીં અમારા જેવા યુવાઓ માટે એક તક છે અને જો કે હું એટલો યુવાન નથી પરંતુ તેમ છતાં અપેક્ષાકૃત યુવાન તો છું જ.












Click it and Unblock the Notifications
