‘આપ’માં બળવોઃ ટીના શર્માએ લગાવ્યો ટીકિટ ફિક્સિંગનો આરોપ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 16 જાન્યુઆરીઃ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવી અને દિલ્હીની મૂળભૂત સમસ્યાઓને દૂર કરવાના દાવા કરી સત્તા હાંસલ કરનારી આમ આદમી પાર્ટીમાં બળવાખોરીની સિઝન ચાલી રહી છે. પહેલા ધારાસભ્ય વિનોદ કુમાર બિન્નીએ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ મોરચો ખોલ્યો તો હવે ટીના શર્માએ જ પોતાની પાર્ટી પર સત્તા માટે કામ કરવાનો આરોપ લગાવ્યો છે અને ટીકિટ વહેંચણી બાબતે બળવો કરી દીધો છે. ટીના શર્માએ પાર્ટી નેતૃત્વ પર આરોપ લગાવ્યો છે કે તે ઘોષણાપત્ર પ્રમાણે કામ કરી રહી નથી અને દિલ્હીમાં લોકસભા ચૂંટણી માટે કોઇપણ પ્રકારના સલાહ સૂચન વગર પાંચ ટીકિટ પહેલાથી નક્કી કરી નાંખવામાં આવી છે.

tina-sharma
ટીના શર્માએ દાવો કર્યો છે કે ટીકિટ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા માત્ર દેખાડો છે. આગળની વાત કરતા પહેલા તમને જણાવી દઇએ કે, ટીના શર્મા તાજેતરમાં જ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં સામેલ થઇ છે. ટીના શર્માએ કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં દિલ્હીની સાત બેઠકોમાંથી પાંચ બેઠકો પર ઉમેદવારના નામ પહેલાંથી જ નક્કી કરી લેવામાં આવ્યા છે. શાઝિયા ઇલ્મી, ગોપાલ રાય, દિલીપ પાંડે, આશુતોષ અને આશીષ તલવારની ટીકિટ નક્કી છે, તો પછી ઉમેદવારી માટે આ ફોર્મ ભરવાનો ડ્રામા શા માટે કરવામાં આવી રહ્યો છે.

ટીના શર્માએ કહ્યું કે, યોગેંદ્ર યાદવ થકી પાર્ટીમાં આવી હતી, પરંતુ આ પાર્ટી પણ એક ક્લોઝ ડોરમાં બંધ છે અને સાર્વજનિક રીતે જે વાતો કરે છે, પાર્ટી એ ટ્રેક પરથી નીચે ઉતરી ગઇ છે. તેમણે આરોપ લગાવ્યો કે પાર્ટીએ અત્યારસુધી 2013ના મેનિફેસ્ટો રજૂ કર્યો હતો તેમાનું એકપણ કામ કર્યું નથી, પરંતુ તેમનું ધ્યાન 2014ના મેનિફેસ્ટો પર છે. ટીના શર્માએ કહ્યું કે, આમ આદમી પાર્ટીના જે મૂદ્દા હતા તે ક્યાંક ખોવાઇ ગયા અને જ્યારે અમે જનતા વચ્ચે જઇએ છીએ ત્યારે અમે તેમના પ્રશ્નોના જવાબ આપી શકતા નથી.

ટીકિટ વહેંચણીને લઇને ઉઠેલા પ્રશ્નોના જવાબમાં ટીના શર્માએ કહ્યું કે, આજકાલ પાર્ટીમાં અજીબનો ટ્રેન્ડ બનેલો છે. અનેક મોટા લોકો સામેલ થઇ રહ્યાં છે, આ સાથે તે અલગ-અલગ બેઠકો પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી રહ્યાં છે. નોંધનીય છે કે, આ પહેલા ધારાસભ્ય વિનોદ કુમાર બિન્નીએ પાર્ટી માટે મુશ્કેલીઓ ઉભી કરી દીધી છે. બિન્નીએ કેજરીવાલની સરકાર પર કથણી અને કરણીમાં બદલાવ આવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે.

English summary
After Aam Aadmi Party (AAP) leader Vinod Kumar Binny on Wednesday said the party had drifted from its key principles, another party leader, Tina Sharma, said the AAP had ignored the promises made in the 2013 manifesto.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.