Video: પીળી સાડી વાળી અધિકારીએ ફરી મચાવી ધમાલ, સપના ચૌધરીના ગીત પર કર્યો જબરદસ્ત ડાંસ
Video: પીળી સાડી વાળી અધિકારીએ ફરી મચાવી ધમાલ, સપના ચૌધરીના ગીત પર કર્યો જબરદસ્ત ડાંસ
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 દરમિયાન પીળી સાડી વાળી મહિલાના નામથી ઈન્ટરનેટ પર સનસની બનેલ PWD અધિકારી રીના દ્વિવેદી ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે, કારણ છે તેનો વાયરલ થઈ રહેલ ટીક ટૉક વીડિયો, જેમાં તે ડાંસ કરતી જોવા મળી રહી છે, હંમેશાની જેમ આ વીડિયોમાં રીના હદથી વધુ હસીન જોવા મળી રહી છે અને તેનો ડાંસ પણ અતિ સુંદર છે. ખાસ વાત એ છે કે આ વીડિયો ખુદ રીનાએ ટિક ટૉક પર બનાવ્યો છે જે યૂટ્યૂબ પર પણ અપલોડ કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં તે મશહૂર હરિયાણાની ડાંસર સપના ચૌધરીના હિટ નંબર 'તેરી આંખ્યા કા યે કાજલ' પર ઠૂમકાં લગાવી રહી છે.

પીળી સાડી વાળી અધિકારીનો કમાલ
વીડિયોમાં રીના લીલા રંગની પ્લે સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં છે. તે પોતાના ડાંસથી સપના ચૌધરીને આકરી ટક્કર આપી રહી છે. તેનો અંદાજ ખરેખર દિલકશ છે, આ વીડિયો કોઈ પ્રોગ્રામનો હોવાનું જણાઈ રહ્યું છે, જેને ખુદ રીનાએ જ શેર કર્યો છે, રીનાએ વીડિયો અપલોડ કરતા જ ઈન્ટરનેટ પર તે છવાઈ ગયો અને લોકો રીનાના ભારે વખાણ કરવા લાગ્યા.

પીળી સાડી બ્યૂટીના નામથી વિખ્યાત
જણાવી દઈએ કે રીના દ્વિવેદી લખનઉના પીડબલ્યૂડીમાં અધિકારી તરીકે તહેનાત છે. મતદાન દરમિયાન તેની પીળી સાડી વાળી ફોટો પર ભારે ચર્ચા થઈ હતી, લોકોએ તેની સુંદરતાના ભારે વખાણ કર્યાં હતાં, વાયરલ તસવીરોમાં કહેવામાં આવ્યું હતું કે રીના મિસ જયપુર રહી ચૂકી છે, જેના પર રીનાએ ખંડન કરતા મીડિયા સામે આવીને કહ્યું હતું કે હું સ્પષ્ટ કહેવા માંગું છું કે હું મિસ જયપૂર નથી કે ન તો ક્યારેય આવા પ્રકારની સ્પર્ધામાં ભાગ લીધો છે, આ તસવીર કેટલાક મીડિયા કર્મચારીઓએ ત્યારે લીધી જ્યારે હું મતદાન કેન્દ્રમાં જઈ રહી હતી.

કોણ છે રીના દ્વિવેદી
રીના મૂળ રૂપે ઉત્તર પ્રદેશના દેવરિયાની રહેવાસી છે, રીના લખનઉના ીડબલ્યૂડી વિભાગમાં કનિષ્ઠ સહાયકના પદ પર તહેનાત છે. વર્ષ 2004માં તેના લગ્ન પીડબલ્યૂડીમાં જ કામ કરતા એક સીનિયર સહાયક સંજય દ્વિવેદી સાથે થયાં હતાં પરંતુ 2013માં તેના પતિનું મૃત્યુ થયું જે બાદ તેના પતિનું પદ રીનાને સોંપવામાં આવ્યું, રીનાનો એક 13 વર્ષનો દીકરો પણ છે.

સોશિયલ મીડિયા પર તસવીરો થઈ વાયરલ
લોકસભા ચૂંટણી દરમિયાન રીનાના મોહનલાલગંજના નગરામ પોલિંગ બૂથમાં ડ્યૂટી હતી જ્યાં ખેંચવામાં આવેલ તસવીરોથી તે ચર્ચામાં આી હતી, તે કહે છે કે તેને ભોજપૂરી ફિલ્મોમાં કામ કરવાની ઑફર મળી હતી પરંતુ તેણે ના પાડી દીધી. સાથે જ તેણે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર હવે તેના લાખો ફોલોઅર્સ છે, ઈન્ટરનેટ પર ચર્ચા પર આવવા પર તેમણે કહ્યું કે જો હવે ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળ્યો તો જરૂર વિચાર કરીશ.
વીડિયો
અહીં જુઓ રીના દ્વિવેદીના ડાંસનો વીડિયો.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
