For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયાના જમાઇ રોબર્ટ વાઢેરાના મુદ્દે સંસદમાં બીજેપી-કોંગ્રેસમાં તકરાર

|
Google Oneindia Gujarati News

robert vadra
નવી દિલ્હી, 13 ઑગસ્ટ : સંસદમાં આજે પણ એ જ નજારો જોવા મળ્યો જે ગઇકાલે જોવા મળ્યો હતો. રાજ્યસભા અને લોકસભા બંને ગૃહમાં આજે પણ હોબાળો મચી રહ્યો હતો. જેના પગલે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.

રાજ્યસભામાં આજે ગૃહની કાર્યવાહી શરૂ થતા જ રોબર્ટ વાઢેરા જમીન ખરીદીનો મામલો ચગ્યો. જેને લઇને ભારે હોબાળો મચી જતા ગૃહની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. લોકસભામાં પણ વાઢેરા પર હોબાળો થયો. અત્રે પણ કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી.

રાજ્ય સભામાં ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરા સાથે જોડેયેલા કથિત ઘોટાળાની તપાસની જોરદાર રીતે માંગ કરી છે. આના કારણે પ્રશ્નકાળ થઇ શક્યો નહીં અને ગૃહની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી.

પ્રશ્નકાળ દરમિયાન ભાજપાના યશવંત સિન્હાએ વાઢેરાના જમીન સોદાનો મામલો ઉઠાવ્યો. આની સાથે બાકી સભ્યો પણ પોત-પોતાના સ્થાન પર ઊભા થઇને સરબકોર કરવા લાગ્યા, જેના પગલે મીરા કુમારે કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી.

એક બાજુ બીજેપી વાઢેરા જમીન મામલામાં એસઆઇટી તપાસની માંગ પર અડી હતી અને કોંગ્રેસે સ્પષ્ટ કરી દીધું કે તેઓ ગૃહમાં આ મુદ્દે ચર્ચા નહીં થવા દે. મામલાની ગંભીરતા જોતા કોંગ્રેસે પોતાના અધિકૃત નેતાઓને જ વાઢેરા પર બોલવા પર પરવાનગી આપી છે.

લોકસભામાં સૌથી પહેલા કિશ્તવાડ હિંસાનો મુદ્દો ઉઠ્યો. બીજેપીએ હિંસા માટે રાજ્ય સરકાર અને પોલીસને દોષી ગણાવ્યા. લોકસભામાં બીજેપી સાંસદ યોગી આદીત્યનાથે રાજ્ય સરકારને આડા હાથે લીધું. તમામ એલર્ટના છતાં રાજ્ય સરકારે કોઇ જરૂરી પગલાં ના ભર્યા. ત્યાં એક સમુદાયના લોકોની દુકાનોને સળગાવવામાં આવ્યું તો પણ સરકારની આંખ ના ખુલી. બાદમાં આદિત્યનાથે ગૃહમાં રોબર્ડ વાઢેરા અંગેનો મુદ્દો ઉછાળ્યો અને તેના પગલે ગૃહમાં હોબાળો મચી ગયો, અને તેને સ્થગિત કરવું પડ્યું.

English summary
Alleged dubious land deals of Sonia Gandhi's son-in-law Robert Vadra paralysed proceedings in Parliament on Tuesday with Lok Sabha and Rajya Sabha witnessing two adjournments following uproar by BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X