For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: સોનિયાના જમાઇ વાડ્રાની મીડિયા સાથે ગેરવર્તણૂક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 નવેમ્બરઃ અત્યારસુધી માત્ર કોંગ્રેસના નેતાઓનો મૂડ ત્યારે ખરાબ થતો હતો જ્યારે યુપીએ સુપ્રીમો સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડ્રા અંગે પ્રશ્ન પૂછવામાં આવતો હતો, પરંતુ આ વખતે ‘જમાઇ રાજા' પોતે જ મીડિયા પર ગુસ્સે ભરાયા હતા.

robert-vadra-media
શનિવારે દિલ્હીની અશોક હોટલમાં રોબર્ટ વાડ્રા એ સમયે પોતાના પરથી કાબુ ગુમાવી બેઠા જ્યારે તેમને ન્યૂઝ એન્જીસ એએનઆઇના પત્રકારે હરિયાણા જમીન કૌભાંડ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પત્રકારનું માઇક ફેંકી દીધું અને પોતાના સુરક્ષાકર્મીઓને ઇશારો કરી એ કેમેરામેન અને રિપોર્ટરના તમામ ફૂટેજને ડિલીટ કરાવ્યા, ત્યારબાદ વાડ્રાએ સુરક્ષાકર્મીઓએ પણ પત્રકાર અને કેમેરામેન સાથે ગેરવર્તણૂક કરી હતી.

જોકે થોડીકવારમાં વાડ્રાએ આ મામલે સ્પષ્તા કરતા કહ્યું કે, મને માલુમ નહોતું કે તે એએનઆઇના પત્રકાર છે. મને લાગ્યું કે કોઇ ખાનગી કેમેરામેન આ પ્રકારના પ્રશ્ન કરી રહ્યો છે. નોંધનીય છેકે ગયા વર્ષે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ અને વરિષ્ઠ અધિકારી અશોક ખેમકાએ રોબર્ડ વાડ્રા પર હરિયાણામાં જમીન કૌભાંડના ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ ભાજપ સતત વાડ્રાની જમીન ડીલની તપાસની માંગ કરી રહ્યું છે.

હરિયાણામાં કોંગ્રેસના કારમા પરાજય બાદ ફરીથી વાડ્રાની ફાઇલ ખુલી હોવાની વાત સામે આવી રહી છે. તેથી મીડિયાએ વાડ્રાને પ્રશ્ન કર્યો હતો, જેના પર તેમણે મીડિયા સાથે ગેરવર્તણૂક કરી હતી. જોકે હરિયાણાના નવા મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, આ મામલે બદલાની ભાવનાથી કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે , પરંતુ કાયદો પોતાની રીતે કામ કરશે.

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/8pat5ktOlZE" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Robert Vadra, son-in-law of Congress president Sonia Gandhi, on Saturday night angrily pushed away the mic of a reporter when he was asked about his land deals.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X