For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોટોમેક કંપનીના માલિક વિક્રમ કોઠારી ની CBI એ કરી ધરપકડ

રોટોમેક કંપનીના માલિક વિક્રમ કોઠારીને હજારો કરોડ રૂપિયાના લોન ડિફોલ્ડર કેસમાં સીબીઆઈ એ ધરપકડ કરી લીધી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

રોટોમેક કંપનીના માલિક વિક્રમ કોઠારીને હજારો કરોડ રૂપિયાના લોન ડિફોલ્ડર કેસમાં સીબીઆઈ એ ધરપકડ કરી લીધી છે. વિક્રમ કોઠારીની પત્ની અને દીકરા ઘ્વારા કાનપુર નિવાસ વિશે પૂછપરછ કર્યા પછી સીબીઆઈ કોઠારીની ધરપકડ કરી લીધી છે. નેશનલ કંપની લૉ ટ્રેંબ્યુન અધિકારી અનિલ ગોયલ ની હાજરીમાં બેંક અધિકારીઓ અને વિક્રમ કોઠારી વચ્ચે સેટલમેન્ટ વિશે ચર્ચા થયી. પરંતુ કોઈ પરિણામ નીકળી શક્યું નહીં. ત્યારપછી સીબીઆઈ ઘ્વારા કોઠારીને તેના ઘરેથી જ પકડી લેવામાં આવ્યો. અમારી વેબસાઈટ પર તમે વિક્રમ કોઠારીની ધરપકડની એક્સક્લુઝિવ તસવીરો જોઈ શકો છો.

લખનવ પહોંચી ગયા પછી જ કાગળોમાં તેમની ધરપકડ

લખનવ પહોંચી ગયા પછી જ કાગળોમાં તેમની ધરપકડ

સીબીઆઈ વિક્રમ કોઠારી અને તેના દીકરા રાહુલને પોતાની સાથે લખનવ લઇ ગયી. લખનવ પહોંચી ગયા પછી જ કાગળોમાં તેમની ધરપકડ બતાવવામાં આવશે. એવું એટલા માટે કરવામાં આવ્યું કારણકે અહીં ધરપકડ બતાવવાથી કોર્ટનો ટેક્નિકલ પેચ ફસાઈ શકતો હતો. આ વાત કાનપુર પોલીસના ડીસીપી ઘ્વારા ઓફ રેકોર્ડ બતાવવામાં આવી છે.

વિક્રમ કોઠારી વિરુદ્ધ સોમવારે જ કેસ નોંધી લેવામાં આવ્યો

વિક્રમ કોઠારી વિરુદ્ધ સોમવારે જ કેસ નોંધી લેવામાં આવ્યો

આપણે જણાવી દઈએ કે આ પહેલા સેન્ટ્લ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ઘ્વારા રોટોમેક પેન કંપનીના મલિક વિક્રમ કોઠારી વિરુદ્ધ સોમવારે જ કેસ નોંધી લેવામાં આવ્યો હતો. ત્યારપછી કાનપુરમાં વિક્રમ કોઠારીના ઘર અને બીજી કેટલીક જગ્યાઓ પર સીબીઆઈ દરોડા પાડી રહી છે.

બેંક અધિકારીઓ સાથે મિટિંગમાં કોઈ સમાધાન આવ્યું નહીં

બેંક અધિકારીઓ સાથે મિટિંગમાં કોઈ સમાધાન આવ્યું નહીં

નેશનલ કંપની લૉ ટ્રેંબ્યુન અધિકારી અનિલ ગોયલ દિલ્હી થી કાનપુર આવ્યા આ મિટિંગમાં આશા રાખવામાં આવી રહી હતી કે વિક્રમ કોઠારી ટ્રેંબ્યુન સામે હાજર રહી પોતાની વાત રાખશે અને પૈસા ચૂકવવા માટે કોઈ સેટલમેન્ટ થઇ શકશે. પરંતુ વિક્રમ કોઠારી તરફથી પૈસા કઈ રીતે આપશે તેનો કોઈ જ ફોર્મ્યુલા આપવામાં આવ્યો નહીં.

વિદેશ ભાગવાની ખબર આવી હતી

વિદેશ ભાગવાની ખબર આવી હતી

લોકલ મીડિયા રિપોર્ટમાં રોટોમેક કંપનીના માલિક વિક્રમ કોઠારી વિદેશ ભાગવાની તૈયારી રહ્યા છે તેવી પણ ખબરો આવી હતી. પરંતુ મીડિયા રિપોર્ટમાં આ વાતનું ખંડન કરવામાં આવ્યું હતું. ભાગવાની ખબર ને બેકાર જણાવી કે વિક્રમ કોઠારીએ જણાવ્યું હતું કે "હું કાનપુર નો નિવાસી છું અને અહીં જ રહીશ, મેરા ભારત મહાન"

English summary
Rotomac company owner vikram kothari arrested in bank loan case fraud by cbi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X