Rozgar Mela 2023 : PM મોદી 70 હજાર ઉમેદવારોને સોંપશે નિમણૂક પત્રો
Rozgar Mela 2023 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારના રોજ દેશના અંદાજે 70 હજાર યુવાનો નિમણૂક પત્રો સોંપ્યા હતા. આ સાથે જ વડાપ્રધાન મોદી યુવાનોને સંબોધન કરશે. આ માટે સમગ્ર દેશમાં આજે 44 સ્થળો પર રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી ભાગ લેશે અને નિમણૂક પત્ર સોંપશે.
આ પહેલા વડાપ્રધાન કાર્યાલય (PMO)એ શુક્રવારના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી આ અવસર પર આ યુવાનોને પણ સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વિભાગોમાં પણ આ ભરતી કરવામાં આવી રહી છે.

PMO દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દેશભરમાંથી પસંદ કરવામાં આવેલા આ યુવાનોને વિવિધ પદો પર નિયુક્ત કરવામાં આવશે. PMO દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, PM મોદી શનિવારની સવારે 10.30 કલાકે વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે.
PMO પાસેથી મળેલી માહિતી અનુસાર, આ યુવાનોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના મહેસૂલ વિભાગ, નાણાકીય સેવા વિભાગ, પોસ્ટ વિભાગ, શાળા શિક્ષણ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમો, જળ સંસાધન વિભાગ, કર્મચારી વિભાગ અને ગૃહ મંત્રાલયના વિભાગ સહિત વિવિધ મંત્રાલયોમાં નિયુક્ત કરવામાં આવશે.
PMOએ જણાવ્યું હતું કે, આ જોબ ફેર રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની વડાપ્રધાનની પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવાનો પ્રયાસ છે. તેનાથી વધુ રોજગારીનું સર્જન થશે અને યુવાનોના સશક્તિકરણ માટે અર્થપૂર્ણ તકો ઉપલબ્ધ થશે અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે પ્રેરક ભૂમિકા ભજવવાની અપેક્ષા છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રોજગાર મેળો વધુ રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે. નવા ભરતી થયેલા યુવાનોને પણ કર્મયોગી પ્રરંભ દ્વારા તાલીમ મેળવવાની તક મળશે.












Click it and Unblock the Notifications
