વિજય માલ્યા, નીરવ મોદી સહિતના ભાગેડુઓ પાસેથી રુપિયા 15,000 કરોડ વસૂલ્યાઃ કેન્દ્ર

Monsoon Session 2023: સંસદનુ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આજે બુધવારે (2 ઓગસ્ટ) ચોમાસુ સત્રનો દસમો દિવસ છે. ચોમાસુ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોમાં કાર્યવાહી સુચારૂ રીતે ચાલી ન હતી. કાર્યવાહી શરૂ થતાની સાથે જ મણિપુરમાં હિંસાને લઈને વિપક્ષ તરફથી હોબાળો શરુ થાય છે.

નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, વિજય માલ્યા અને નીરવ મોદી સહિતના ભાગેડુ આર્થિક અપરાધી કાયદા હેઠળ આરોપીઓ પાસેથી સરકારે અત્યાર સુધીમાં 15,113 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે અને જાહેર ક્ષેત્રની બેંકોને નાણાં આપ્યા છે.

monsoon session

જો કે, દરેક આરોપી પાસેથી વસૂલવામાં આવેલી ચોક્કસ રકમની કોઈ વિગતો શેર કરવામાં આવી નથી. 19માંથી માલ્યા, મોદી, નીતિન જયંતિલાલ સાંડેસરા, ચેતન જયંતિલાલ સાંડેસરા, દિપ્તી ચેતન જયંતિલાલ સાંડેસરા, હિતેશ કુમાર નરેન્દ્રભાઈ પટેલ, જુનેદ ઈકબાલ મેમણ, હાજરા ઈકબાલ મેમણ, આસિફ ઈકબાલ મેમણ અને રામચંદ્રન વિશ્વનાથન નામના દસ લોકોને ભાગેડુ આર્થિક ગુનાહિત જાહેર કરાયા છે અને રૂ. 40000 કરોડથી વધુની છેતરપિંડી કરી હોવાનો અંદાજ છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અન્ય નવ સામે ફ્યુજિટિવ ઈકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ, 2018 (FEOA) હેઠળ અરજીઓ દાખલ કરી છે. સાંડેસરસ અને હિતેશ કુમાર પટેલ ગુજરાત સ્થિત ફાર્મા જાયન્ટ સ્ટર્લિંગ બાયોટેક સાથે સંકળાયેલા હતા, જે એક સમયે વિશ્વમાં જિલેટીનનું છઠ્ઠું સૌથી મોટું ઉત્પાદક હતું. તે પછીથી નાદાર થઈ ગયું હતુ.

જુનૈદ મેમણ, હજરા મેમણ અને આસિફ મેમણ ગેંગસ્ટર ઈકબાલ મિર્ચીના પરિવારના સભ્યો છે, જે એક સમયે દાઉદ ઈબ્રાહિમનો જમણો હાથ હતો. આ યાદીમાં દેવસ મલ્ટીમીડિયાના રામચંદ્રન વિશ્વનાથન ઉપરાંત ભૂતપૂર્વ લિકર વેપારી વિજય માલ્યા અને જ્વેલર નીરવ મોદીનો પણ સમાવેશ થાય છે.

જો કે, મંત્રીએ ઉમેર્યું હતું કે અત્યાર સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આ 19માંથી માત્ર ચારને જ ભારતમાં દેશનિકાલ/પ્રત્યાર્પિત કરવામાં આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X