For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિવાળી પહેલાં મોદી સરકારની ભેટ, 3 રૂપિયા સુધી સસ્તું થશે ડીઝલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 ઓક્ટોબર: મોંધવારીના મોરચા પર સારી અને ઘટાડાની ભેટ આપ્યા બાદ હવે મોદી સરકાર દિવાળી પહેલાં આમ પ્રજાને વધુ એક ભેટ આપવા જઇ રહી છે. પેટ્રોલિયમ મંત્રીના સૂત્રોના અનુસાર દિવાળી પહેલાં ડીઝલના ભાવ ઓછા કરવામાં આવશે.

દિવાળી પહેલાં ડીઝલના ભાવમાં 2.50 રૂપિયાથી માંડીને 3 રૂપિયા સુધીનો પ્રથમ ઘટાડો થઇ શકે છે. જો આમ થયું તો ગત ચાર વર્ષોમાં પ્રથમ વાર જ્યારે ડીઝલના ભાવ ઓછા થશે. સૂત્રોના અનુસાર કેન્દ્ર સરકાર પેટ્રોલની માફક ડીઝલને ડી રેગુલેટ કરવા એટલે કે ડીઝલની કિંમતો પણ બજાર નક્કી કરશે.

petrol-pump

તમને જણાવી દઇએ કે વર્ષ 2013માં યૂપીએ સરકારે પેટ્રોલને ડી રેગુલેટ કરીને તેના ભાવને બજારના હવાલે કરી કરી દિધા હતા, ત્યારે ભાજપે કોંગ્રેસ સરકારના તે નિર્ણયનો વિરોધ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવ ઘટવાથી ડીઝલ પર સરકારનું નુકસાન શૂન્ય થઇ ગયું છે. થોડા દિવસો પહેલાં કોંગ્રેસે ડીઝલના ભાવ નહી ઘટાડવાના મુદ્દે મોદી સરકારની ટીકા કરી હતી.

English summary
A Rs 2.50 per litre cut in diesel prices, the first in over four years, is likely after results of assembly polls in Maharashtra and Haryana are announced on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X