For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

71 લાખ રૂપિયા ખુર્શીદ માટે બહુ નાની રકમ છે: બેની પ્રસાદ વર્મા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

beni-prasad-verma
લખનઉ, 16 ઑક્ટોબર: સલમાન ખુર્શીદ વિરૂદ્ધ અરવિંદ કેજરીવાલ રસ્તા પર ઉતરી આવ્યા છે તો બીજી તરફ ખુર્શીદને બચાવવા માટે સત્તાધીશ પાર્ટીના નેતા અજીબો-ગરીબ નિવેદન આપી રહ્યાં છે. સ્ટીલ મંત્રી બેની પ્રસાદ વર્માએ કહ્યું હતું કે 71 લાખ રૂપિયા તો ખુર્શીદ માટે બહુ નાની રકમ છે માટે આટલી નાની રકમ માટે તે કૌંભાડ કરશે નહી.

આ રકમ વધારે હોત તો વિચાર શકત પરંતુ આનાથી સ્પષ્ટ થાય છે કે ખુર્શીદ નિર્દોષ સાબિત થશે. બેની પ્રસાદ વર્માએ કહ્યું આરોપોની સફાઇમાં તેમને ફોટો રજૂ કર્યો હતો અને તપાસની પણ વાત કરી રહ્યાં છે જો તેમને કૌંભાડ કર્યું હોત તો તે તપાસની વાત ન કરતા.

ઉલ્લેખનીય છે કે રવિવારે સલમાને ખુર્શીદે પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાના ટ્રસ્ટ અંગે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે આજતકનું સ્ટીંગ ઓપરેશન ખોટું છે. તેમના ટ્રસ્ટે 77 લાખ રૂપિયા ખર્ચ્યાં છે અને તેમને કોઇ પણ ગોટાળો કર્યો નથી. પરંતુ તેમની પાસે કોઇ વિકલ્પ નથી એટલે તે આજતકની વિરૂદ્ધમાં કોર્ટમાં ગયા છે. સલમાન ખુર્શીદે આજતક વિરૂદ્ધ 100 કરોડનો માનહાનિ દાવો લગાવ્યો છે.

આજતક ચેનલે સ્ટિંગ ઓપરેશનમાં ખુર્શીદ અને તેમની પત્ની પર ગોટાળાના આરોપો લગાવ્યા છે. આજતકના જણાવ્યા મુજબ ખુર્શીદના ટ્રસ્ટે વિકલાંગોના નામે 71 લાખ રૂપિયા લીધા હતા પરંતુ વિકલાંગોને ફૂટી કોડી પણ આપી નથી. જેના લીધે કેજરીવાલે રસ્તા પર ધરણાં યોજી રહ્યાં છે અને ખુર્શીદના રાજીનામાની માંગણી કરી રહ્યાં છે.

English summary
Salman Khurshid will not do any wrong for Rs 71 lakh, which is a very samll amount for a Central Minister Said Union Steel Minister Beni Prasad Verma.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X