For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RSSના લોકો બોમ્બ બનાવવાની ટ્રેઇનિંગ આપે છે: દિગ્વિજય

|
Google Oneindia Gujarati News

digvijay singh
નીમચ, 25 જુલાઇ : કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ પર એકવાર ફરી જોરદાર પ્રહાક કરતા આરોપ લગાવ્યો છે કે આરએસએસ બોમ્બ બનાવવાની ટ્રેઇનિંગ આપે છે. માલવામાં બે દિવસની મુલાકાત માટે આવેલા કોંગ્રેસ મહાસચિવે આજે જણાવ્યું કે વર્ષ 1992માં આરએસએસના સેવા ભારતીના નીમચ સ્થિત કાર્યાલયમાં બોમ્બ બનાવવામાં આવી રહ્યા હતા અને ત્યારે વિસ્ફોટ પણ થયો હતો જેના કારણે એક વ્યક્તિનું મોત પણ થયું હતું.

તેમણે જણાવ્યું કે ત્યારે પ્રદેશમાં ભાજપાની સરકાર હતી, જેના કારણે આ મામલાને દબાવી દેવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે 1993માં જ્યારે કોંગ્રેસ સત્તામાં આવી તો આ બોમ્બકાંડને ફરી ઉખાડવામાં આવ્યો અને આરએસએસના કાલુ સિંહ પથરોડ નામના પ્રચારકની ધરપકડ કરી લેવામાં આવી હતી. જે સરસ્વતી શિશુ મંદિર, ખરગોનમાં પ્રાચાર્ય હતો.

સિંહ અનુસાર, આરએસએસ કહે છે કે સરસ્વતી શિશું મંદિર બાળકોને સંસ્કાર આપવાનું કામ કરે છે, પરંતુ જ્યારે ત્યાં આવા પ્રાચાર્ય હશે તો બાળકો હિંસક માર્ગે જશે જ અને ભાજપ આવા સંગઠનોનું સમર્થન કરે છે. ભાજપને કટ્ટરપંથી શક્તિઓના પોષક ગણાવતા સિંહે જણાવ્યું કે ભાજપની સાથે અકાલી દળ અને શિવસેના જેવા સંગઠન છે જે મૂળરીતે ધાર્મિક ઉન્માદ ફેલાવીને અન્ય ધર્મોના લોકોને ક્ષતિ પહોંચાડે છે.

સિંહે ભાજપને રાજ કરનારી નહીં, વ્યવસાય કરનારી પાર્ટી ગણાવતા જણાવ્યું કે ગેમન ઇન્ડિયાને સિંગરોલી-રીવા રાષ્ટ્રી રાજમાર્ગના 900 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવા પર પોતાનો વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે આ પહેલા આ કંપનીને ભોપાલમાં હજારો કરોડની જમીન માત્ર 250 કરોડ રૂપિયામાં આપી હતી.

English summary
RSS giving traing for making bomb said congress leader Digvijay singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X