For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RSSનો મોદી સરકારને સંદેશ, આજથી શરૂ થશે તો 2025 સુધી બની શકશે રામ મંદિર

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરકાર્યવાહક ભૈયાજીએ કુંભ મેળા દરમિયાન એક કાર્યક્રમમાં કહ્યુ કે અયોધ્યામાં રામ મંદિર 2025માં બનશે.

|
Google Oneindia Gujarati News

રામ મંદિરનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ છે પરંતુ રોજેરોજ આ અંગે કોઈને કોઈ નિવેદનબાજી થતી રહે છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરકાર્યવાહક ભૈયાજીએ કુંભ મેળા દરમિયાન એક કાર્યક્રમમાં કહ્યુ કે અયોધ્યામાં રામ મંદિર 2025માં બનશે. વળી, જ્યારે પત્રકારોએ પૂછ્યુ કે તે ઘણા સમયથી અયોધ્યામાં મંદિર બનાવવાની વાત કહી રહ્યા છે. આના પર ભૈયાજી જોશીએ પોતાની સફાઈ આપી છે.

આજે શરૂ થશે તો 5 વર્ષોમાં બનશે મંદિર

આજે શરૂ થશે તો 5 વર્ષોમાં બનશે મંદિર

ભૈયાજી જોશીએ કહ્યુ કે અયોધ્યામાં મંદિર બને એ અમારી ઈચ્છા છે. આ મંદિર 2025 સુધી પૂરુ થવુ જોઈએ એ અમારી ઈચ્છા છે. આગળ સરકારે નક્કી કરવાનું છે. તેમણે કહ્યુ કે 2025માં શરૂ થવાની વાત નથી. જો મંદિર નિર્માણ આજે શરૂ થશે તો 5 વર્ષોમાં બનશે. તેમણે કહ્યુ કે મંદિર જરૂર બનશે. કુંભ મેળા દરમિયાન એક કાર્યક્રમમાં ભૈયાજી જોશીએ કહ્યુ હતુ કે અયોધ્યામાં મંદિર નિર્માણ શરૂ થઈ જશે તો દેશનો વિકાસ ઝડપી થશે.

મંદિર નિર્માણ શરૂ થશે તો દેશનો વિકાસ ઝડપથી થશે

તેમણે કહ્યુ કે દેશમાં વિકાસની ગતિ એ રીતે વધશે જેવી વર્ષ 1952માં સોમનાથ મંદિરમાં નિર્માણ બાદ શરૂ થઈ હતી. અયોધ્યામાં રામ મંદિર નિર્માણના મુદ્દે આરએસએસ સતત મોદી સરકાર પર દબાણ કરી રહી છે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સરકારને આ મામલે વયહુકમ લાવવાન પણ માંગ કરી ચૂક્યા છે.

ભૈયાજી જોશીનો મોદી સરકારને સંદેશ

ભૈયાજી જોશીનો મોદી સરકારને સંદેશ

ભૈયાજી જોશીએ કહ્યુ કે પહેલા સ્વામી વિવેકાનંદના સ્મારક નિર્માણમાં પણ અડચણો આવી હતી. અમુક શક્તિઓએ આની સામે અવાજ ઉઠાવ્યો હતો. કંઈક એવી જ પરિસ્થિતિઓ આજે પણ છે. તેમણે કહ્યુ કે કેન્દ્ર સરકારને અયોધ્યામાં મંદિર નિર્માણની દિશામાં કંઈક વિચારવુ જોઈએ. તેમણે કહ્યુ કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણમ થયા બાદ દેશનો વૈભવ વધશે.

આ પણ વાંચોઃ જેટલીએ આપ્યા સંકેત, વચગાળાના બજેટમાં ખેડૂતો માટે થઈ શકે છે મોટુ એલાનઆ પણ વાંચોઃ જેટલીએ આપ્યા સંકેત, વચગાળાના બજેટમાં ખેડૂતો માટે થઈ શકે છે મોટુ એલાન

English summary
Rss leader bhaiyaji joshi says ram mandir will be constructed in ayodhya by 2025
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X