For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકો ગૌમાંસ ખાવાનું છોડી દે તો લિંચિંગ જેવી ઘટનાઓ બંધ થઇ જશે: ઇન્દ્રેશ કુમાર

દેશભરમાં અલગ અલગ જગ્યાથી જેવી રીતે મોબ લિંચિંગ ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારપછી સતત નિવેદનો ચાલુ છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

દેશભરમાં અલગ અલગ જગ્યાથી જેવી રીતે મોબ લિંચિંગ ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારપછી સતત નિવેદનો ચાલુ છે. આરએસએસ નેતા ઇન્દ્રેશ કુમાર ઘ્વારા સોમવારે જણાવવામાં આવ્યું કે મોબ લિંચિંગ જેવી ઘટનાઓ ત્યારે જ બંધ થશે જયારે ગૌમાંસ ખાવાનું છોડી દેવામાં આવે. એટલું જ નહીં પરંતુ તેમને જણાવ્યું કે સંસ્કાર ખુબ જ અગત્યની ભૂમિકા નિંભાવે છે. લોકોમાં સારા સંસ્કાર નાખવું પણ ખુબ જ જરૂરી છે.

mob lynching

આરએસએસ નેતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે મોબ લિંચિંગ જેવી ઘટનાઓ બિલકુલ પણ સ્વીકારી લેવામાં નહીં આવે પરંતુ જો લોકો ગૌમાંસ ખાવાનું છોડી દે તો લિંચિંગ જેવી ઘટનાઓ રોકી શકાય છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે આરએસએસ નેતા ઇન્દ્રેશ કુમારનું નિવેદન એવા સમય આવ્યું છે જયારે રાજસ્થાનના અલ્વરમાં એક વ્યકતિને લોકોએ ગાયોની તસ્કરી કરવાની શંકામાં મારી નાખ્યો. એક પ્રેસ મિટિંગમાં ઇન્દ્રેશ કુમાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગૌમાંસ ખાવાનું બંધ કરી દેવાથી આવા અપરાધ રોકી શકાય છે.

ઝારખંડના હિન્દૂ જાગરણ મંચ કાર્યક્રમમાં પહોંચેલા ઇન્દ્રેશ કુમાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઘણી મુસ્લિમ પાર્ટીઓ જેઓ રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદ સાથે જોડાયેલી છે. તેમને પહેલાથી જ વિવાદિત સ્થળ પર બાબરી મસ્જિદ માંગને છોડી દીધી છે, જે રામની જન્મભૂમિ છે. તેમને કહ્યું કે હિંદુઓને સાંપ્રદાયિક કહેવું યોગ્ય નથી. આવું કરવાથી તમે દુનિયાભરના ધર્મને સાંપ્રદાયિક શ્રેણીમાં લાવીને મૂકી દો છો.

English summary
RSS leader Indresh Kumar says if people stop eating beef many crime can be stopped
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X