For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આરએસએસ ગડકરીનું ગોડફાધર નથીઃ જોશી

By Super
|
Google Oneindia Gujarati News

BJP-president-Gadkari
પટના, 27 ઑક્ટોબરઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરીના 'ગોડફાધર' હોવાની વાતનો ઇન્કાર કરતા આરએસએસના સરકાર્યવાહક ભૈયાજી જોશીએ આજે કહ્યું કે, ભ્રષ્ટાચારના આરોપોને ધ્યાનમાં રાખીને ભાજપના નેતાઓને રાખવાનો કે હટાવવાનો નિર્ણય પાર્ટીને લેવાનો છે.

સંઘને ગડકરીનો 'ગોડફાધર' કહેવા બદલ અને ભ્રષ્ટાચારના આરોપોને ધ્યાનમાં રાખીને તેમને હટાવવા અંગે સંઘના ટોચના નેતૃત્વમાં બીજા ક્રમના નેતા જોશીએ કહ્યું કે, તમે મીડિયાના લોકો આવું કહે છે. ગડકરી પર જે આરોપો લાગ્યા છે તેના આધાર પર તેમને પદ છોડવાની જરૂર નથી.

ગડકરીને રાષ્ટ્રીય અધ્યક્ષ યથાવત રાખવા કે તેમને હટાવવા અંગેનો નિર્ણય ભાજપે કરવાનો છે. આરોગ્ય ભારતીના એક કાર્યક્રમમાં આવેલા જોશીએ પત્રકારોને કહ્યું કે, ગડકરીને યથાવત રાખવા કે હટાવવા એ અમારો વિષય નથી. તેનો નિર્ણય ભાજપે કરવાનો છે. આ ભાજપનો આંતરિક મામલો છે. ગડકરીએ જાતે કહ્યું છે કે તેમના પર લગાવવામાં આવેલા આરોપોની નિષ્પક્ષ તપાસ થવી જોઇએ.

ભ્રષ્ટાચારના આરોપો લાગવા બદલ વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને પૂર્વ અધ્યક્ષ બંગારુ લક્ષ્મણને પદ છોડવા માટે દબાણ કરવા અને ગડકરી મામલે બેવડા માપદંડના સવાલમાં જોશીએ કહ્યું કે, આ સંઘનો વિષય નથી, તેનો જવાબ ગડકરી અને ભાજપે આપવો જોઇએ. ભાજપ અને સંઘ વચ્ચેના સંબંધ અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, બન્ને અલગ-અલગ સંગઠન છે.

ગડકરીની માલિકીની કંપની પૂર્તિ સમૂહમાં સંઘના નેતાઓના રોકાણ અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, સંઘને તેનાથી કોઇ સંબંધ નથી. સંઘ સાથે જોડાયેલા લોકોને જે સારું લાગે તે સંગઠનમાં સામેલ થવાની સ્વાતંત્ર્યતા છે.

English summary
RSS not godfather of Gadkari says Sarkaryavah Bhayyaji Joshi to reporters when asked whether RSS is playing godfather to Gadkari.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X