કાશ્મીરમાંથી 370 હટાવવી સરકારનુ સાહસિક પગલુઃ મોહન ભાગવત

આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્થાપના દિવસ પણ છે. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે આજે સ્વયંસેવકોને સંબોધિત કર્યા.

આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્થાપના દિવસ પણ છે. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે આજે સ્વયંસેવકોને સંબોધિત કર્યા. તેમણે કહ્યુ કે ગુરુ નાનક દેવની 550મી જયંતિ, ગાંધીજીની 150મી જયંતિ, લોકસભા ચૂંટણી જેવી ઘણી ઘટનાઓ છે જેના કારણે આ વર્ષ ઘણા વર્ષો સુધી સંસ્મરણમાં રહેશે.

ભાગવતે કરી મોદી સરકારની પ્રશંસા

ભાગવતે કરી મોદી સરકારની પ્રશંસા

સંઘ પ્રમુખ મોહન ભાગવતે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા માટે મોદી સરકારને એક સાહસિક પગલુ લેનાર સરકાર ગણાવી. આ સરકારમાં જનતાએ વિશ્વાસ બતાવ્યો છે. સરકારે પણ ઘણા નિર્ણયે લઈને જણાવ્યુ કે તેને જનભાવનાની સમજ છે. તેમણે કહ્યુ કે નવી સરકારને મોટી સંખ્યામાં ફરીથી ચૂંટીને લાવીને સમાજે તેમના પહેલાના કાર્યોની સંમતિ તેમજ આવનારા સમય માટે બહુ સારી અપેક્ષાઓને વ્યક્ત કરી હતી. જન અપેક્ષાઓને પ્રત્યક્ષ સાકાર કરીને, જન ભાવનાઓનુ સમ્માન કરીને, દેશહિતમાં તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવાનુ સાહસ ફરીથી ચૂંટેલા શાસનમાં છે. કલમ 370ને અપ્રભાવી બનાવવાના સરકારના કામથી આ વાત સિદ્ધ થઈ છે.

અમુક સવાલોના જવાબ આપણે પણ શોધવાના છે

સંઘ પ્રમુખે કહ્યુ કે આજે પણ રસ્તામાં રોડા, અડચણો અને આપણને રોકવાની ઈચ્છા રાખતી શક્તિઓના કારનામા હજુ સમાપ્ત નથી થયા. આપણી સામે અમુક સંકટ છે જેનો ઉપાય આપણે કરવાનો છે. અમુક પ્રશ્નો છે જેના ઉત્તર આપણે આપવાના છે અને અમુક સમસ્યાઓ છે જેનુ નિદાન કરીને આપણે તેને ઉકેલવાની છે. ભાગવતે સેનાની પ્રશંસા કરતા કહ્યુ કે સૌભાગ્યથી આપણા દેશની સુરક્ષા સામર્થ્યની સ્થિત, આપણી સેનાની તૈયારી, આપણા શાસનની સુરક્ષા નીતિ તથા આપણા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કુશળતાની સ્થિતિ એ પ્રકારે બની છે કે આ મામલે આપણે સજગ અને આશ્વસ્ત છીએ, આપણી ભૂમિ સીમા અને જળ સીમાઓ પર સુરક્ષા સતર્કતા પહેલેથી સારી છે. પરંતુ ભૂમિ સીમા પર રક્ષક તેમજ ચોકીઓની સંખ્યા તેમજ જળ સીમા પર (દ્વીપવાળા ટાપુઓ) ની સુરક્ષા વધારવી પડશે. દેશની અંદર પણ ઉગ્રવાદી હિંસામાં ઘટાડો થયો છે. ઉગ્રવાદીઓ આત્મ સમર્પણની સંખ્યા પણ વધી છે.

આપણા દેશની પરંપરા ઉદારતાનીઃ ભાગવત

આપણા દેશની પરંપરા ઉદારતાનીઃ ભાગવત

આપણા દેશની પરંપરા ઉદારતાની છે. મળીને રહેવાની છે, આટલી વિવિધતાઓ છતાં આટલા શાંતિથી લોકોના રહેવાનુ ઉદાહરણ ભારત સિવાય ક્યાંય બીજે જોવા મળે છે શું, સમાજના વિવિધ વર્ગોમાં પરસ્પર સદભાવ, સમરસતા તેમજ સહયોગ અને કાયદો બંધારણની મર્યાદામાં જ પોતાના મતોની અભિવ્યક્તિ થાય તે આજની સ્થિતિમાં અત્યંત જરૂરી વાત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X