RSSએ ફૂલ ટાઇમ રાજકારણમાં જોડાવું જોઇએ : દિગ્વિજય સિંહ
ભોપાલ, 27 ઓક્ટોબર : કોંગ્રેસના જનરલ સેક્રેટરી દિગ્વિજય સિંહે જણાવ્યું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ - આરએસએસએ એક સાંસ્કૃતિગ સંગઠન હોવાનો નકાબ ઉતારીને સંપૂર્ણકાલીન એટલે કે ફૂલ ટાઇમ રાજકારણમાં જોડાઇ જવું જોઇએ.
તેમણે જણાવ્યું કે આરએસએસ દ્વારા તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નામાંકિત કરવા માટે સક્રિય ભૂમિકા ભજવી હતી. જો આ પ્રકારની ભૂમિકાને રાજકારણ ના કહેવાય તો તેને શું કહેવાય તે મને જાણ નથી.

કોંગ્રેસના અગ્રણી નેતા તરીકે દિગ્વિજય સિંહે જણાવ્યું કે સર્વવિદિત છે કે સંઘના નેતાઓ દ્વારા વિજયા દશમીના દિવસે આપવામાં આવતું ભાષણ રાજકારણ અને પાકિસ્તાનના મુદ્દાઓથી ભરપૂર હોય છે. આરએસએસ પોતાના સાંસ્કૃતિક સંગઠન હોવાનો દાવો કરે છે પણ ભાગ્યે જ તેણે સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા છે.












Click it and Unblock the Notifications
