મહાત્મા ગાંધીની હત્યામાં RSSનો હાથ ન્હોતો: અડવાણી
નવી દિલ્હી, 12 માર્ચ: ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ જણાવ્યું કે મહાત્મા ગાંધીની હત્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો હાથ ન્હોતો. અડવાણીએ બુધવારે પોતાના બ્લોગમાં ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધીનો હવાલો આપ્યો છે.
અડવાણીએ 'મહાત્મા સંભવત: સહી નહીં થે' શીર્ષક સાથે બ્લોગમાં એ પણ જણાવ્યું છે કે સરકાર વલ્લભભાઇ પટેલના ફાળાને યાદ કરવામાં આવ્યું નહીં. અડવાણી લખે છે કે રાજમોહન ગાંધી લિખિત આ પુસ્તકમાં મહાત્માજીની હત્યાના સંબંધમાં સંઘ વિરુધ્ધ કોંગ્રેસના દુષ્પ્રચારનો પ્રભાવી રીતે ખંડન કરવામાં આવ્યું છે.

અડવાણીએ જણાવ્યું કે ઇતિહાસનું વિશ્લેષણ કરનાર કોઇ પણ ઊંડાણપૂર્વક અનુભવી શકે છે કે આઝાદ ભારતના વડાપ્રધાન તરીકે ગાંધીજી પંડિત નેહરુના સ્થાને સરદાર પટેલને ચૂંટતા તો શરૂઆતનો ઇતિહાસ કંઇક અલગ હોત.












Click it and Unblock the Notifications
