For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિદેશ જતા મુસાફરોએ એરપોર્ટ પર બતાવવો પડશે QR કોડવાળો RT-PCR રિપોર્ટ, આજથી નિયમ લાગુ

વિદેશની યાત્રા કરનાર નાગરિકો માટે શનિવારથી એક નવો નિયમ એરપોર્ટ પર લાગુ થઈ ગયો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વિદેશની યાત્રા કરનાર નાગરિકો માટે શનિવારથી એક નવો નિયમ એરપોર્ટ પર લાગુ થઈ ગયો છે. વાસ્તવમાં, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે નિર્ણય કર્યો છે કે વિદેશ જતા મુસાફોએ હવે એરપોર્ટ પર ક્યુઆર કોડવાળી કોરોના RT-PCR નેગેટીવ રિપોર્ટ બતાવવો પડશે ત્યારે જ મુસાફરોને વિમાનમાં ચડવાની મંજૂરી મળશે. તમને જણાવી દઈએ કે આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણકે ઘણી વવાર એરપોર્ટ પર કે ક્યાંય પણ કોરોનાનો નકલી રિપોર્ટથી પણ અધિકારીઓની આંખોમાં ધૂળ ઝોંકવાની કોશિશ કરવામાં આવે છે માટે હવે ક્યુઆર કોડવાળા કોરોના રિપોર્ટ દ્વારા લેબ અને રિપોર્ટ બંનેની વેલિડિટી જાણી શકાશે.

dgcaa

મોટાભાગની લેબના રિપોર્ટમાં આવવા લાગ્યો છે ક્યુઆર કોડ

મંત્રાલય તરફથી જારી અધિકૃત નિવેદનમાં કહેવામાં આવ્યુ છે, 'એરલાઈન ઑપરેટરોને એ સલાહ આપવામાં આવે છે કે 22 મે, 2021થી માત્ર એ મુસાફરોને જ ફ્લાઈટમાં ચડવાની મંજૂરી આપવામાં આવે જેમની પાસે ક્યુઆર કોડવાળો કોરોના નેગેટીવ રિપોર્ટ હોય.' તમને જણાવી દઈએ કે અત્યાર સુધી કોરોનાના રિપોર્ટમાં ક્યુઆર કોડની સુવિધા નહોતી પરંતુ હવે મોટાભાગની લેબોરેટરીઝે પોતાના આરટી-પીસીઆર રિપોર્ટ પર ક્યુઆર કોડ આપવાનુ શરૂ કરી દીધુ છે.

કેમ જરૂરી છે ક્યુઆર કોડવાળો રિપોર્ટ?

તમને જણાવી દઈએ કે કોરોના RT-PCR રિપોર્ટ પર ક્યુઆર કોડ દ્વારા ટેસ્ટની પૂરી માહિતી સામે આવી જશે. આનાથી નકલી રિપોર્ટથી એરપોર્ટ આવતા મુસાફરોને રોકી શકાશે. પૂણેના કૃષ્ણા ડાયાગ્નોસ્ટિક્સમાં કોવિડ-19 મેનેજર શ્રવણ મુથાએ કહ્યુ કે તેમણે પોતાની લેબમાં નકલી નેગેટીવ રિપોર્ટથી બચવા માટે એક પ્રયોગ કર્યો હતો. તેમણે જણાવ્યુ કે ક્યુઆર કોડ દ્વારા અમારા પોર્ટલ પર તમને દર્દીની બધી માહિતી મળી જશે.

31 મે સુધી ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર છે પ્રતિબંધ

તમને જણાવી દઈએ કે કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે ઈન્ટરનેશનલ કૉમર્શિયલ ફ્લાઈટ 31 મે સુધી સંપૂર્ણપણે બંધ છે. સંયુક્ત રાજ્ય અમેરિકા, ઑસ્ટ્રેલિયા, કેનાડા, યુએઈ અને બ્રિટન સહિત ઘણા દેશોએ પણ ઉડાનો પર પ્રતિબંધ લગાવી દીધો છે.

English summary
RT-PCR report with QR code compulsory for passengers traveling abroad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X