Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

S Jaishankar : TMC સાંસદે કર્યો સવાલ, શું જયશંકરને ભૂલવાની બીમારી છે?

S Jaishankar : એસ જયશંકરે જયશંકર કે તેમના પિતા ડૉ. કે સુબ્રમણ્યમને 1980માં ઈન્દિરા ગાંધીની સરકારમાં સંરક્ષણ ઉત્પાદન સચિવના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

S Jaishankar : તૃણમૂલ કોંગ્રેસ સાંસદ અને પૂર્વ અધિકારી જવાહર સરકારે કર્યો સવાલ છે કે, શું વિદેશ મંત્રી જયશંકરને ભૂલવાની બીમારી છે? કે તેમને ભાજપ દ્વારા વિદેશ મંત્રી બનાવવાને કારણે તેમના વખાણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુંમાં વિદેશ મંત્રી એસ જયશંકરે આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસની ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સરકારમાં તેમના પિતા સાથે યોગ્ય વર્તણૂક કરવામાં આવી ન હતી. આ દાવાઓ બાદ જવાહર સરકારે જયશંકર સામે સવાલો ઉઠાવ્યો હતો.

S Jaishankar

ઉલ્લેખનીય છે કે, સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં એસ જયશંકરે અગાઉની કોંગ્રેસ સરકારની ટીકા કરી હતી. જયશંકર જણાવ્યું હતું કે, તેમના પિતા ડૉ. કે. સુબ્રમણ્યમને 1980માં ઈન્દિરા ગાંધીની સરકારમાં સંરક્ષણ ઉત્પાદન સચિવના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજીવ ગાંધીની સરકારમાં, તેમના પિતાથી જુનિયર અધિકારીને તેમની પહેલાં પ્રમોશન આપવામાં આવ્યું હતું.

આ સાથે એસ જયશંકરે દાવો કર્યો હતો કે, તેમના પિતા સંરક્ષણ બાબતોમાં સૌથી વધુ જાણકાર અધિકારી હતા, તેમ છતાં તેમની સાથે આવું કરવામાં આવ્યું હતું.

ડૉ. જયશંકરના આ નિવેદન અંગે ટીએમસીના સાંસદ જવાહર સરકારે ટ્વીટ કરીને એસ. જયશંકરના પિતા દ્વારા ગુજરાત રમખાણો અંગે આપેલા નિવેદનનો ઉલ્લેખ કર્યો અને લખ્યું કે 'કે. સુબ્રમણ્યમે કહ્યું હતું કે, ગુજરાતમાં ધર્મની હત્યા થઈ છે. જેઓ નિર્દોષ લોકોનું રક્ષણ કરી શક્યા નથી, તેઓ અન્યાયના દોષી છે. રામ તેમના ધનુષ અને બાણનો ઉપયોગ ગુજરાતના અસુર શાસકો સામે કરશે. આ પછી જવાહર સરકારે લખ્યું હતું કે, દીકરાને શરમ આવવી જોઈએ, જે અસુરોની સેવા કરે છે.

જવાહર સરકારે એમ પણ જણાવ્યું હતું કે, જયશંકરે કોંગ્રેસના કાર્યકાળમાં તેમની તરફ ઈમાનદારીથી કામ કર્યું અને સારી જગ્યાએ પોસ્ટિંગનો લાભ લીધો હતો, પરંતુ હવે તેમને ગાંધી પરિવાર પ્રત્યે નારાજગી છે?

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X