For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનઃ સ્પીકરની નોટિસ સામે હાઈકોર્ટ પહોંચ્યા સચિન પાયલટ, આજે સુનાવણી

સચિન પાયલટે નોટિસ સામે હવે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે જેની આજે સુનાવણી છે.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલનો દોર હજુ યથાવત છે. વિધાનસભા સ્પીકર દ્વારા સચિન પાયલટ અને તેમના સમર્થક ધારાસભ્યોને જારી કરવામાં આવેલ નોટિસ સામે હવે તેમણે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ બાબતે આજે જ બપોરે 3 વાગે સુનાવણી થશે. સ્પીકરે વિદ્રોહી ધારાસભ્યોને નોટિસ જારી કરીને 17 તારીખ સુધી જવાબ આપવા માટે કહ્યુ છે. આ અરજી સચિન પાયલટ સહિત 18 ધારાસભ્યો તરફથી કરવામાં આવી છે.

3 વાગે સુનાવણી

3 વાગે સુનાવણી

પાયલટ સમર્થક ધારાસભ્ય પૃથ્વીરાજ મીણાએ સભ્યપદ રદ કરવા વિશે રાજ્ય વિધાનસભાના સ્પીકર દ્વારા જારી નોટિસને પડકારી છે. આ કેસમાં હરીશ સાલ્વે અને મુકુલ રોહતગી તેમનુ પ્રતિનિધિત્વ કરશે. રાજસ્થાન સ્પીકરનો હાઈકોર્ટમાં પક્ષ અભિષેક મનુ સંઘવી રાખશે. કેસને આજે ત્રણ વાગે કોર્ટ સાંભળશે. આ કેસમાં જસ્ટીસ હરીશ શર્માના આવાસ પર અદાલત બેસશે. રાજસ્થાન હાઈકોર્ટના જસ્ટીસ સતીશ શર્માની બેંચ આ કેસની સુનાવણી કરશે. જસ્ટીસ શર્મા વીડિયો કૉન્ફરન્સિંગથી કેસની સુનાવણી કરશે.

 હાઈકોર્ટમાંથી કોઈ આદેશ કે સ્ટે મળી જાય તો..

હાઈકોર્ટમાંથી કોઈ આદેશ કે સ્ટે મળી જાય તો..

માનવામાં આવી રહ્યુ છે કે જો વ્હિપની માન્યતા પર સચિન પાયલટ જૂથને હાઈકોર્ટમાંથી કોઈ આદેશ કે સ્ટે મળી જાય તો તેમના વિધાનસભા સભ્યપદ પર કોઈ ખતરો નહિ રહે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં પાયલટ અને તેમના જૂથના 19 ધારાસભ્ય શામેલ ન થયા. જેના માટે કોંગ્રેસ પાર્ટીએ મોટી કાર્યવાહી કરીને પાયલટને ઉપમુખ્યમંત્રી પદ અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી હટાવી દીધા. મંગળવારે મોડી રાતે રાજસ્થાન સરકારના ચીફ વ્હિપ ડૉ. મહેશ જોશીએ આ અંગે મેઈલથી એક અરજી દાખલ કરી હતી.

પાયલટ સહિત 19 ધારાસભ્યોને નોટિસ

પાયલટ સહિત 19 ધારાસભ્યોને નોટિસ

આ અરજીમાં તેમણે કહ્યુ હતુ કે પાયલટ તેમજ તેમના સમર્થક ધારાસભ્યોએ સતત બે દિવસ સુધી કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં શામેલ ન થઈને વ્હિપનુ ઉલ્લંઘન કર્યુ છે. ત્યારબાદ વિધાનસભા અધ્યક્ષ ડૉ.સીપી જોશીએ કેસનુ ત્વરિત જાણવાજોગ લઈને રાતે જ વિધાનસભા ખોલાવીને સચિન પાયલટ સહિત 19 ધારાસભ્યોને નોટિસ જારી કરી દીધી.

20 વર્ષની સજાથી બચવા બળાત્કારી પાદરી પીડિત સાથે કરવા ઈચ્છે છે લગ્ન20 વર્ષની સજાથી બચવા બળાત્કારી પાદરી પીડિત સાથે કરવા ઈચ્છે છે લગ્ન

English summary
Sachin Pilot and his 18 supporter MLAs have moved Rajasthan high court against disqualification notice.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X