રાજસ્થાન ચૂંટણી પરિણામઃ કોંગ્રેસમાં જશ્નની તૈયારી, પાર્ટીએ આપ્યો 200 કિલો લાડવાનો ઓર્ડર
જયપુરઃ પાંચ રાજ્યોમાં થયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામનો ઈંતેજાર આજે ખતમ થઈ જશે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ વિધાનસભા ચૂંટણીની મતગણતરી 11 ડિસેમ્બરે સવારે 8 વાગ્યાથી શરૂ થવા જઈ રહી છે. એકબાજુ જ્યાં ભાજપ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પોતાની સત્તા જાળવી રાખવાની આશા સેવી રહ્યું છે ત્યાં બીજી બાજુ રાજસ્થાનમાં કોંગ્રેસને પોતાની વાપસીનો ભરોસો છે અને આ માટે પાર્ટી પરિણામો પહેલા જ જશ્નની તૈયારીમાં લાગી ગઈ છે.

રિઝલ્ટ પહેલા કોંગ્રેસની જશ્નની તૈયારી
જાણીને તમે અચરજ પામશો કે ચૂંટણી પરિણામના એક દિવસ પહેલા જ રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ કમિટી તરફથી મિઠાઈ, ફટાકડા, અબીર અને ગુલાલનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. એટલું જ નહિ, કોંગ્રેસ પાર્ટી તરફથી 200 કિલો લાડવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે, જ્યારે અશોક ગેહલોત અને સચિન પાયલટ જેવા મોટા-મોટા નેતાઓએ અહીં આજે જ 100 કિલો લાડવા પહોંચાડી દીધા છે, પાર્ટી ઑફિસની બહાર આજે સવારે કાર્યકર્તા અને નેતાગણ એકઠા થઈ રહ્યા છે.

કોંગ્રેસની ઑફિસ બહાર પોલીસબળ તહેનાત
રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનવાના અણસાર જોતા પોલીસ પ્રશાસને પણ જયપુરમાં કોંગ્રેસની ઑફિસ બહાર પોલીસ બળ તહેનાત કરી દીધું છે, અહીં પર સખ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સચિન પાયલટ અને અશોક ગેહલોત બંને આ સમયે જયપુરમાં હાજર છે.

અશોક ગેહલોત અને સચિન પાયલટ
બંને નેતા જયપુરમાં પોતપોતાના નિવસા સ્થાન પર રહેશે અે 11 વાગ્યા સુધી રિઝલ્ટ આવ્યા બાદ જ બહાર નિકળશે, ભાજપમાં જો કે કોઈ તૈયારી કરવામાં નથી આવી રહી પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી વસુંધરા રાજે મંગળવારે સવારે દર વર્ષની જેમ બાંસવાડા જિલ્લાના ત્રિપુરા સુંદરી મંદિરમાં દર્શન કરવા જશે.

એક્ઝિટ પોલમાં કોંગ્રેસની જીત
જણાવી દઈએ કે આગામી વિધાનસભા ચૂંટણીના રિઝલ્ટ પહેલા આવેલા મોટાભાગના એક્ઝિટ પોલ રાજસ્થાનમાં કોંગ્રેસની વાપસી કરાવી રહ્યા છે. ટાઈમ્સ નાઉ-સીએનએક્સના પોલ મુજબ કોંગ્રેસ 105, ભાજપ 85, બીએસપીને 2 તથા અન્યોને 7 સીટ મળી રહી છે. પોલ ઑફ પોલ્સનું માનીએ તો કોંગ્રેસને 108, ભાજપને 82 સીટ મળી રહી છે.
જીતનો આશીર્વાદ લેવા માટે ત્રિપુર સુંદરી મંદિર પહોંચી વસુંધરા રાજે