Sachin Pilot : સોનિયા ગાંધી નહીં પણ વસુંધરા રાજે છે ગહલોતના નેતા - સચીન પાયલટ

Sachin Pilot : કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે 10 મે ના રોજ મતદાન થવાનું છે. આ મતદાન પહેલા કોંગ્રેસ પાર્ટીના મોટા નેતા સચીન પાયલટે પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં તેમણે અશોક ગહલોત પર આકરા પ્રહારો કર્યા હતા. જયપુરમાં સચીન પાયલટે જણાવ્યું હતું કે, અશોક ગહલોતની નેતા સોનિયા ગાંધી નહીં પણ વસુંધરા રાજે છે. ભાજપના ગુણગાન ગાવા એ મારી સમજની બહાર છે.

સચિન પાયલોટે જણાવ્યું હતું કે, મેં ધોલપુરમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતનું ભાષણ સાંભળ્યું છે. જે સાંભળીને એવું લાગે છે કે, તેમની નેતા સોનિયા ગાંધી નહીં પણ વસુંધરા રાજે છે. એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે, અમારી સરકારને તોડવાનું કામ બીજેપી કરી રહી છે, તો બીજી તરફ કહેવાય છે કે, વસુંધરા રાજે અમને બચાવવાનું કામ કરી રહી છે. તમે શું કહેવા માગો છો, તે તમારે સ્પષ્ટ કરવું જોઈએ.

Sachin Pilot

રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચીન પાયલટે આગળ જણાવ્યું હતું કે, મને કોરોના, દેશદ્રોહી વગેરે કહેવામાં આવી રહ્યો છે. હું અઢી વર્ષથી આ બધું સાંભળી રહ્યો હતો, પરંતુ અમે ચૂપ હતા. કારણ કે, અમે અમારી પાર્ટીને નુકસાન કરવા માંગતા ન હતા, પરંતુ અમારા જ ધારાસભ્યો અને નેતાઓને બદનામ કરવા અને ભાજપના વખાણ કરવા એ વાત મારી સમજની બહાર છે.

પોતાની ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરતા સચિન પાયલટે જણાવ્યું હતું કે, હું 11 મેના રોજ અજમેરથી જન સંઘર્ષ યાત્રા કાઢીશ અને અમે જયપુર તરફ આવીશું. તે 125 કિમીની મુસાફરી કરશે. જનતાનો સંપૂર્ણ સહયોગ મળશે, ત્યારે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X